Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧,૩૮,૭૧૩નો દંડ અને છ મહિનાની સજાઃ
જામનગર તા. ૨૪: જામનગરની એક સોસાયટીના સભાસદને ચેક પરતના કેસમાં છ મહિનાની કેદ અને ચેકની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપીએ કરેલી અપીલ પણ ડીસમીસ કરવામાં આવી છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ અને લાલપુર તાલુકાના પીપરટોડા ગામના હીરાભાઈ સવજીભાઈ ધ્રાંગીયાએ સોસાયટી પાસેથી લોન મેળવી તેની પરત ચૂકવણી માટે રૂ।.૧,૩૮,૭૧૩ની રકમનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સામે આરોપીએ ઉપલી અદાલતમાં અપીલ કરી હતી. તે અપીલ ડીસમીસ કરી અદાલતે ટ્રાયલ કોર્ટનો હુકમ યથાવત્ રાખ્યો છે. આરોપીના જામીન બોન્ડ રદ્દ કરવાનો આદેશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial