Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ટંકારીયામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર ઝબ્બેઃ અન્ય ત્રણની અટક

ત્રણેય સ્થળેથી કુલ રૂ।.૩૮,૧૭૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના નવાગામ ઘેડમાં ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા બે શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. દિગ્વિજય પ્લોટ-૪૯ના ખૂણા પાસેથી એક વર્લીબાજ ઝડપાયો છે. કલ્યાણપુરના ટંકારીયામાં તીનપત્તી રમતા ચાર પકડાયા છે. તમામ સ્થળેથી કુલ રૂ।.૩૮૧૭૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી કોળી સમાજની વાડી નજીક ગઈકાલે સાંજે જાહેરમાં ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા કમલેશ કાનજીભાઈ મકવાણા, અનિરૂદ્ધસિંહ પરબતસિંહ રાઠોડ નામના બે શખ્સને પોલીસે પકડી પાડી રૂ।.૧૦૪૩૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ-૪૯ના ખૂણા પાસેથી ગઈકાલે રાત્રે પરેશ નરેશભાઈ ગોરી નામના શખ્સને વર્લીના આંકડા લખતો પકડી લેવામાં આવ્યો છે.

કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામથી સૂર્યાવદર ગામ તરફ જવાના રસ્તા પર ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા મારખીભાઈ નારણભાઈ કંડોરીયા ઉર્ફે મુન્ના, લખમણભાઈ પુંજાભાઈ જાદવ, પ્રદીપ દેવુભાઈ કંડોરીયા, ગોવિંદભાઈ રામશીભાઈ ભરડવા નામના ચાર શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૬૫૯૦ રોકડા તથા ચાર મોબાઈલ સહિત રૂ।.૨૭૫૯૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh