Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ચાર પીઆઈની અરસપરસ બદલીનો એસપી દ્વારા કરાયો આદેશ

મેઘપર તથા શેઠવડાળાના પીઆઈનો સમાવેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના ચાર પોલીસ ઈન્સ્પેક્ટરની અસરપરસ બદલીનો કાલે જિલ્લા પોલીસ વડાએ હુકમ કર્યાે હતો.

જામનગર જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા કુલ પૈકીના ચાર પીઆઈની અરસપરસ બદલીનો ગઈકાલે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ આદેશ કર્યાે છે.

જેમાં લાલપુર તાલુકામાં સમાવિષ્ટ મેઘપરના પોલીસ મથકના પીઆઈ પી.ટી. જયસ્વાલને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે કાલાવડ શહેર પોલીસ મથકના પીઆઈ આકાશ એલ. બાસરીયાને મેઘપર પોલીસ મથકમાં નિયુક્તિ અપાઈ છે.

તે ઉપરાંત જામનગરના એએચટીયુ વિભાગમાં ફરજ બજાવતા પીઆઈ આર.બી. સોલંકીને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે અને શેઠવડાળાના હાલના પીઆઈ વી.એસ. પટેલને એએચટીયુ (એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ)માં મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh