Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિક્રમ-૧ ઓર્બિટલ લોન્ચિંગમાં ગૌરવપૂર્ણ યોગદાન પછી
જામનગર તા. ૨૪: જામનગર જિલ્લાના વિભાપર ગામ માટે આજે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગામની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ના સફળ લોન્ચિંગમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યા બાદ પોતાના માદરે વતન પરત ફરતાં સમગ્ર ગામે ભવ્ય સ્વાગત કર્યું. પરિવારજનો અને ગ્રામજનોએ ઢોલ-નગારા, ફૂલહાર અને ઉમંગભેર પૃથ્વીનું સન્માન કરી સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું.
વોઇસ ઓવર - વિભાપર ગામની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણી હાલ સ્કાયરૂટ એરોસ્પેસમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે ફરજ બજાવી રહી છે. ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ના ઓટોપાયલટની ડિઝાઇન અને વિકાસમાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઐતિહાસિક સફળતા બાદ જ્યારે પૃથ્વી પોતાના વતન વિભાપર આવી પહોંચી ત્યારે સમગ્ર ગામે ગર્વ અને આનંદ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
વાજતે-ગાજતે નીકળેલી સ્વાગત યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી ગામલોકોએ દીકરીના આ અવિસ્મરણીય યોગદાનને બિરદાવ્યું. સામાન્ય પરિવારમાંથી ઊભરીને દેશના અવકાશ ક્ષેત્રમાં નોંધપાત્ર સ્થાન મેળવનાર પૃથ્વી આજે જામનગર સહિત સમગ્ર ગુજરાત માટે પ્રેરણાનું પ્રતીક બની છે.
ભારતના અવકાશ ઇતિહાસમાં નવા અધ્યાય સાથે જામનગર જિલ્લાના વિભાપર ગામનું નામ પણ ગૌરવપૂર્વક જોડાયું છે. ગામની દીકરી પૃથ્વી સંઘાણીના યોગદાનથી સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને તેમના સન્માનમાં ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરી દીકરીઓ માટે એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial