Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં 'ધ યુથ ફોરમ' દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દમનના વિરોધમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર નીટ પરીક્ષાના પેપરલીકના કૌભાંડમાં શિક્ષણ પ્રધાનના રાજીનામા સહિતની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં હજારો યુવા વિદ્યાર્થીઓએ જંતરમંતરથી સંસદસભવન સુધીની કૂચ યોજી હતી, જેમાં વિદ્યાર્થીઓ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જ સહિતના દમન સામે વિરોધ પ્રદર્શિત કરવા જામનગરની 'યુથ ફોરમ' સંસ્થા દ્વારા તા. રપ-૭-ર૦ર૬ ના સાંજે પ થી ૬ વાગ્યા સુધી ડીકેવી સર્કલમાં સંપૂર્ણપણે શાંતિ જાળવી વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધ યુથ ફોરમના સ્થાપક જયકૃષ્ણ ગઢવીના જણાવ્યા પ્રમાણે લોકશાહીમાં દેશના દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. લોકશાહીના આ મૂલ્ય અને ભાવનાનો સંદેશ આપવાનો હેતુ છે.

તા. રપ/૭ ના યોજાનાર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કોઈપણ રાજકીય પક્ષ કે વ્યક્તિ વિરૂદ્ધ નથી, અને સંપૂર્ણપણે બિનરાજકીય છે. આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા ઈચ્છુક યુવાનો અને જાગૃત નાગરિકોને સફેદ વસ્ત્રોમાં અને શાંતિના પ્રતીક સમાન ફૂલ સાથે આવવા જણાવાયું છે તેમજ કોઈપણ રાજકીય પક્ષના બેનર, ધ્વજ, પ્રતીક કે નેતાના ફોટા નહીં લાવવા અને સંપૂર્ણપણે શાંતિ જાળવવા, આયોજનો અને વહીવટીતંત્ર/પોલીસ તંત્રની સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh