Advertisement
Author: નોબત સમાચાર

મહિલા પર દુષ્કર્મ અને હત્યાના ગુન્હામાં આજીવન કેદ પડ્યા પછી ફરાર શખ્સ ઝબ્બે

જેલમાંથી ૧૪ દિવસની રજા પર છૂટ્યો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના ગ્રામ્ય પંથકમાં ચાર વર્ષ પહેલાં એક ભિક્ષુક મહિલા પર દુષ્કર્મ ગુજારી તેણીની હત્યા કરી નાખવાના ગુન્હામાં સંડોવાયેલા શખ્સને આજીવન કારાવાસની સજા કરાઈ હતી. ૧૪ દિવસની ફર્લો મેળવી આ શખ્સ જેલમાંથી નીકળ્યા પછી લાપતા બન્યો હતો તેને પેરોલ ફર્લો ટીમે બાલાચડીની સીમમાંથી પકડી ફરીથી રાજકોટ જેલમાં ધકેલી દીધો છે.

જામનગરના ગ્રામ્ય પંથકમાં વર્ષ ૨૦૨૨માં ભિક્ષાવૃત્તી કરતા એક મહિલા પર દુષ્કર્મ ગુજારી તેણીની હત્યા કરી નાખવાનો બનાવ બન્યો હતો. તેની પોલીસે શરૂ કરેલી તપાસમાં સચાણાના રહેવાસી જુસબ અબ્બાસ કકલ ઉર્ફે કારા ચોર નામના શખ્સની સંડોવણી ખૂલતા તેની ધરપકડ કરી પોલીસે ચાર્જશીટ કર્યું હતું. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક ગુન્હામાં આજીવન કેદ તથા બીજા ગુન્હામાં ૨૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ શખ્સને રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપવા માટે મોકલી આપવામાં આવ્યો હતો. તે દરમિયાન ગયા એપ્રિલ મહિનામાં ૧૪ દિવસની પેરોલ મેળવી આ શખ્સ નાસી ગયો હતો. તેની ચાલી રહેલી શોધખોળમાં આ શખ્સ પોતાની ઓળખ છૂપાવી બાલાચડી, સચાણા, ખીરી, હડિયાણા ગામની સીમમાં સંતાતો હોવાની બાતમી મળતા જામનગર પેરોલ ફર્લોની ટીમ પીએસઆઈ એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ દોડી ગઈ હતી અને બાલાચડીની સીમમાંથી આ શખ્સને પકડી લેવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh