Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિ. કમિશનરનું જાહેરનામું:
જામનગર તા. ર૪ફ જામનગરમાં ખંભાળીયા માર્ગે ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી ચોક્કસ વિસ્તારનો માર્ગ વાહન વ્ય્વહાર માટે ત્રણ માસ માટે બંધ રાખવામાં આવનાર છે. આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંગેનું જાહેરનામું મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ખંભાળીયા ધોરીમાર્ગે જીલાણી વેલ્ડીંગ નામની દુકાનથી હનુમાનજી મંદિર સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવનાર છે. આથી સલામતિ અને અકસ્માત નિવારવાના હેતુથી આ માર્ગ તા. ર૪-૭-ર૦ર૬ થી તા. ર૩-૧૦-ર૦ર૬ એટલે કે ૩ માસ સુધી આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રાખવાનું જાહેરનામું મ્યુનિ. કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
ખંભાળીયા માર્ગ પર આવેલ જીલાણી વેલ્ડીંગ શોપથી હનુમાનજી મંદિર સુધીનો રસ્તો બંધ રહેતા જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે મહાદેવ મંદિરથી ગોવર્ધન ગ્રીન સોસાયટી થઈ ખંભાળીયા બાયપાસ તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે. ઉપરાંત દ્વારકેશ દર્શન હાઉસ પ્લોટ નંબર ૯૧/૧ થઈ દ્વારકેશ દર્શન સોસાયટીમાં થઈ ખંભાળિયા બાયપાસ જવા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial