Advertisement
Author: નોબત સમાચાર

સોનમ વાંગચૂકે ર૬ દિવસે અનશન તોડ્યા પછી કહ્યું: 'સરકારે મારી ત્રણેય શરતો માની'

મોડી રાત્રે કેન્દ્રિય મંત્રીઓએ કરાવ્યા પારણા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૪: ભૂખ હડતાલના ર૬ મા દિવસે મોડી રાત્રે કેન્દ્રિય મંત્રીઓ સાથે મુલાકાત પછી હોસ્પિટલમાં સોનમ વાંગચૂકે સૂપ પીને પારણા કર્યા છે. તેમણે કહ્યું છે કે, સરકાર તરફથી લેખતિમાં આશ્વાસાન મળ્યું છે, જેમાં તેમની ત્રણ શરતો માની લેવામાં આવી છે.

સોનમ વાંગચૂક છેલ્લા ર૬ દિવસથી ભૂખ હડતાલ પર હતાં. ગઈકાલે મોડી રાત્રે લેહ લદ્દાખના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડા તેમજ જીતેન્દ્રસિંહ સોનમ વાંગચૂકને મળવા હોસ્પિટલ ગયા હતાં. તે દરમિયાન થયેલી વાતચીત પછી સોનમ વાંગચૂકે તેની ભૂખ હડતાલ પૂરી કરી છે.

આ અંગે સોનમ વાંગચૂકે તેના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ પણ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, તેમણે અલગ અલગ ત્રણ શરતો પર સરકાર સાથે સહમતિ બન્યા પછી ભૂખ હડતાલ પૂરી કરી છે.

સોનમ વાંગચૂકે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે સરકાર તરફથી લેખિતમાં આશ્વાસન મળ્યું છે, જેમાં ૩ મોટી વાતો કહેવામાં આવી છે. પહેલુંછે કે જંતરમંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર અને ર૦ જુલાઈએ સંસદ માર્ચમાં જોડાયેલા લોકો વિરૂદ્ધ કોઈ કેસ કરવામાં નહીં આવે, બીજુ સંસદમાં પેપર લીક રોકવા માટે અને પરીક્ષા પ્રણાલી સુધારવા માટે ચર્ચા થશે અને તેનું સ્થાયી સમાધાન શોધવામાં આવશે, ત્રીજુ નીટ પેપરલીકના કારણે જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમના પરિવારને ઉચિત વળતર આપવા સરકાર વિચાર કરશે.

ગુરુવારે મોડી રાત્રે ઘણી બધી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની જેમાં સોનમ વાંગચૂકની ભૂખ હડતાલ પૂરી થવાની સાથે વડાપ્રધાન મોદીનો વીડિયો મેસેજ પણ હતો. વડાપ્રધાન મોદીએ ગુરુવારે રાત્રે એક વીડિયો શેર કરીને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતાં. તેમણે વીડિયોમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર કેબિનેટ બેઠકમાં પેપરલીક સંબંધિત નવો કાયદો બનાવવા પર વિચાર કરશે જે અંતર્ગત અપરાધીઓને તુરંત સજા મળે તેવી કાર્યવાહી કરી શકાય. આ વીડિયો મેસેજ પહેલા વડાપ્રધાન મોદીએ નીટ યુજી ર૦ર૬ ના પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક પર સુનાવણી કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh