Advertisement
Author: નોબત સમાચાર

સોયલ પાસે બાઈક સ્લીપ થતાં ઘવાયા પછી કોમામાં સરી ગયેલા યુવાનનું સારવારમાં મોત

એક પુત્રી તથા ન જન્મેલા સંતાને પિતાની છાયા ગૂમાવીઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨૪: ધ્રોલ તાલુકાના મજોઠ ગામના એક યુવાન ગઈ તા.૧૭ના દિને પોતાના બાઈક પર સોયલ ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થતાં પટકાયા હતા. માથામાં ઈજાના કારણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા આ યુવાન કોમામાં સરી ગયા પછી અમદાવાદ દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. તેઓના પત્ની હાલમાં ગર્ભવતી છે અને એક પુત્રી પણ છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી છે.

ધ્રોલ તાલુકાના મજોઠ ગામના દીપકભાઈ રામજીભાઈ નંદાસણા નામના યુવાન ગઈ તા.૧૭ના દિને પોતાના બાઈક પર ધ્રોલથી પોતાના ગામ તરફ પરત જતા હતા ત્યારે સોયલ ગામ પાસે કોઈ રીતે તેઓનું બાઈક સ્લીપ થયું હતું.

આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા દીપકભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનને રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓ કોમામાં સરી પડતા વધુ સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા ત્યાં બે દિવસની સારવાર પછી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતે કાળને ભેટેલા દીપકભાઈના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેઓને સંતાનમાં એક પુત્રી છે અને હાલમાં તેમના પત્ની ગર્ભવતી છે. તેઓના સંતાનનો જન્મ થાય તે પહેલાં જ પિતાની છત્રછાયા ગૂમાવી દેવાતા માજોઠ ગામમાં ગમગીની પ્રસરી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh