Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે કેન્દ્રિય કેબિનેટમાં પ્રસ્તાવઃ
નવી દિલ્હી તા. ર૪: પીએમ મોદીએ મોડી રાત્રે વીડિયો સંદેશો જાહેર કરીને આપેલ ખાતરી મુજબ પેપરલીક સામે વધુ કડક પગલાં લેવા માટે કાલે કેબિનેટમાં ચર્ચા પણ થશે, અને આવતા અઠવાડિયે સંસદમાં બિલ લાવીને વધુ કડક કાયદો બનાવાશે.
નીટ પેપરલીકને લઈને વડાપ્રધાન મોદીએ ગઈ મોડી રાત્રે વિદ્યાર્થીઓના નામે વીડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં પીએમ મોદીએ કહ્યું કે, ર૪ જુલાઈના યોજાનારી કેબિનેટ બેઠકમાં પેપરલીક વિરૂદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવશે.
જંતરમંતર પર ચાલી રહેલ આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, પેપરલીક એ કોઈ સામાન્ય બાબત નથી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આજે આ મામલે વધુ મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને એ પણ કહ્યું કે, પેપરલીક સામે વધુ કડક પગલાં લેવા માટે કેબિનેટમાં ચર્ચા પણ થશે.
વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે, મિત્રો પેપરલીક એ કોઈ સામાન્ય વિષય નથી. તેનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અત્યંત પીડા થાય છે. છેલ્લા અઢી મહિનામાં પેપરલીકની ઘટનાઓ પછી સરકારે ઘણાં કડક પગલાં ભર્યા છે અને દોષિતોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારની સૌથી મોટી જવાબદાર એ હતી કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે નહીં, તેથી ઓછામાં ઓછા સમયમાં લગભગ રર લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજવાની વ્યવસ્થા કરવામાં આવી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૧૯ તારીખે પરીક્ષાના પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે અને દેશભરમાંથી સફળ થયેલા વિદ્યાર્થીઓની ખુશીના સમાચાર સામે આવીરહ્યા છે. સરકાર માત્ર આટલી કાર્યવાહીથી સંતોષ માનવાની નથી. આજે તેમણે સંબંધિત વિભાગોને પેપરલીકના કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાના નિર્દેશ આપ્યા હતાં. વિભાગોએ સતત મહેનત કરીને મોડી રાત્રે તેનો ડ્રાફ્ટ તૈયાર કરીને તેમને સોંપી દીધોછે.
વડાપ્રધાને જણાવ્યું કે, આ પ્રસ્તાવમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સાથે દોષિતો માટે કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ મુસદ્દા પર શુક્રવારે કેબિનેટમાં ચર્ચા થશે અને મંત્રીઓના સૂચનો પછી તેને આખરી ઓપ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, સોમવારથી સંસદના બીજા સપ્તાહની કામગીરી શરૂ થઈ રહી છે અને સરકાર વહેલામાં વહેલી તકે આ બિલને સદનમાં પસાર કરાવવાનો પ્રયાસ કરશે.
આજે બપોરે કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ મૂકાશે, તેવા અહેવાલો છે. તે ઉપરાંત કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાથે સીજેપીના પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઈ રહી હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial