Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ડ્રાઈવ

દરરોજ દસ જેટલા કેસ નોંધ્યાઃ કાયદાનું ભાન કરાવ્યું

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૪: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયજરાજસિંહ વાળા તથા ડી.વાય. એસ.પી. મીત રૂદલાલ તથા સાગર રાઠોડના માર્ગદર્શનમાં દ્વારકા જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ દ્વારા રોજ ટ્રાફિક અંગે ઝુંબેશ ચલાવીને આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો, પૂરઝડપે તથા બેફિકરાઈથી ચલાવતા, ગમે ત્યાં રેંકડી-વાહનો રાખી ટ્રાફિકમાં નડતર કરતા, કેફી પીણું પીને વાહન ચલાવતા અને રોંગસાઈડમાં વાહનો ચલાવતા વાહનચાલકો સામે ખાસ ઝુંબેશ શરૂ કરીને લોકોને નિયમોનું પાલન કરાવતા કર્યા છે.

ગઈકાલે ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકના એ.એસ.આઈ. કાળાભાઈ મુળુભાઈ ચાવડા તથા જમાદાર રાકેશ સિદ્ધપુરા દ્વારા દસ વ્યક્તિઓ સામે કેસકરીને જાહેરમાં નડતરરૂપ વાહન કે રેંકડી રાખવી, સર્પાકાર પુર ઝડપે બાઈક ચલાવવી વિગેરે જેવી કામગીરીમાં કેસો કરીને દસ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી હતી, તો ઓખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મીઓ અજીતભાઈ હકાભાઈ મેર તથા પૃથ્વીરાજસિંહ જેઠવા દ્વારા પણ બે કેસો કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. રોજ દસ-બાર કેસો પોલીસે કરતા લોકો હવે નિયમોનું પાલન કરવા લાગ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh