Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક વિસ્તારમાંથી થોડા વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર એક શખ્સ ઝડપાયો હતો. તે કેસ ચાલી જતા પોક્સો કોર્ટે આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે.
જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરી જવા અંગે ઈસ્માઈલ હસન માંડલીયા નામના શખ્સ સામે પોલીસમાં જે તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં આરોપી ઝડપાયો હતો. તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનું ખૂલતા તે ગુન્હો પણ ઉમેરાયો હતો. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં ખાસ પોકસો કોર્ટે આરોપી ઈસ્માઈલ હસન માંડલીયાને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની કેદ ફટકારી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ અમિત પરમાર, રાહુલ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial