Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીમરાણામાં મોટરમાંથી દારૂ મળ્યાનું પ્રકરણઃ
જામનગર તા. ૨૮: જામનગરના ખીમરાણામાં મંગળવારની રાત્રે દારૂ ભરેલી મોટર પોલીસથી બચવા માટે નાસી હતી અને એક દીવાલ સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી. આ વેળાએ પીછો કરતી પોલીસ ટીમ ત્યાં ધસી આવી હતી. સ્થાનિકોની હાજરીમાં એક શખ્સે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાે હતો. તે પછી આ શખ્સે પોલીસની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી મોટરમાંથી બોટલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યાનો ગુન્હો નોંધાયો છે.
જામનગર નજીકના ખીમરાણા ગામમાં મંગળવારની રાત્રે એક ઈનોવા મોટર ફૂલસ્પીડમાં ઘૂસ્યા પછી સાંકડી શેરીમાં આડેધડ ભાગી હતી અને તે મોટરનો પીછો કરી રહેલી પોલીસ ટીમ પણ પાછળ ધસી આવી હતી.
ઈનોવા મોટરના ચાલકે હેબતાઈ જઈને કાબૂ ગૂમાવ્યા પછી એક શાળાની પાછળ દીવાલમાં મોટર ટકરાવી દીધી હતી અને ઉતરીને તેનો ચાલક ભાગી ગયો હતો. પાછળ આવતી પોલીસ ટીમ તથા સ્થાનિકોએ મોટર નજીક પહોંચી તેમાં જોતા જીજે-૧૦-બીજી ૩૨૩૪ નંબરની આ મોટરમાંથી ઈંગ્લીશ દારૂના ૭૪૦૪ ચપલા મળી આવ્યા હતા. આ વેળાએ ખીમરાણા ગામનો દેવરાજ દિનેશભાઈ ગોહિલ પણ આવ્યો હતો.
આ શખ્સે ત્યાં કાર્યવાહી કરી રહેલી પોલીસ ટીમની ફરજમાં રૂકાવટ કરવા ઉપરાંત મોટરમાંથી દારૂની બોટલની લૂંટનો પ્રયાસ કર્યાે હતો. તેને એએસઆઈ એન.બી. જાડેજાએ અટકાવતા આ શખ્સે એએસઆઈની છાતીમાં કોણી વગાડી દીધી હતી અને મુંઢ ઈજા પહોંચાડી હતી. આ બાબતની એએસઆઈ એન.બી. જાડેજાએ ખુદ ફરિયાદી બની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય કે ઉપરોક્ત બનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયોમાં દેવરાજ ગોહિલ પોલીસ પાછળ ઉભી હતી ત્યારે અવારનવાર ખીમરાણામાંથી આવી રીતે વાહન પસાર થતાં હોય છે અને પોલીસ કંઈ કરતી નથી તેવા શબ્દો ઉચ્ચારી વીડિયો ઉતાર્યા પછી તેને વાયરલ કર્યાે હતો. આ શખ્સે ઉપરોક્ત વીડિયો અંગે માફી માંગતો વીડિયો પણ બનાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial