Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૧-મે ના દિને મહાનુભાવોની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ર૮: ખંભાળીયાની ૧૦૦ થી વધુ વર્ષ જુની રાજાશાહી સમયની જી.વી.જે. હાઈસ્કૂલના ઈતિહાસ સંદર્ભમાં તથા ખભંંળીયાના મહાનુભાવોના સંદર્ભમાં જાણીતા વિદ્વાન ડો. વી.કે. નુકમ દ્વારા બે પુસ્તકો લખાયેલ હોય, તેનો વિમોચન કાર્યક્રમ તા. ૩૧-પ-ર૦ર૬ ના ખંભાળીયા જી.વી.જે. હાઈસ્કૂલના મધ્યસ્થ હોલમાં સવારે ૧૦ વાગ્યે યોજાયેલ છે.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય આણંદાબાવા આશ્રમ, જામનગરના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ કરશે તથા મુખ્ય મહેમાન તરીકે સાંસદશ્રી પરિમલભાઈ નથવાણી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મૂળુભાઈ બેરા, પૂર્વ જસ્ટીસ પ્રદીપભાઈ ભટ્ટ, ઉદ્યોગપતિ અમૃતલાલ ભારદીયા, દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહવાળા, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ખંભાળીયા પાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, લેફટે. ડો. સતીશચંદ્ર વ્યાસ, કમલેશભાઈ વસાવડા વિગેરે ઉપસ્થિત રહેશે.
જી.વી.જે. હાઈસ્કૂલ હિતરક્ષક સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે.
ઉલ્લેખનિય છે કે, ખંભાળીયાનું જુનુ જર્જરીત જી.વી.જે. હાઈસ્કૂલનું બિલ્ડીંગ જર્જરીત થયું હતું તેને જી.વી.જે. હાઈસ્કૂલ હિતરક્ષક સમિતિના જ કેટલાક સદસ્યોના ખાસ પ્રયત્નોથી કરોડોના ખર્ચે આ બિલ્ડીંગનું નવું રૂપ ધારણ થયું અને મૂળ સ્વરૂપમાં જ આ બિલ્ડીંગ પાછું વિદ્યાર્થીઓ તથા લોકોને વાપરવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial