Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચાર દિવસ સુધી વરસાદ-પવન સાથે વાવાઝોડાની આગાહી

અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવશેઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૬: ગુજરાતમાં હાલ આગ ઓંકતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જોકે ગ્લોબલ વોર્મિંગને કારણે છેલ્લા કેટલાય સમયથી મે મહિનાના અંતિમ અઠવાડિયા સમયે ગુજરાતમાં વરસાદ તેમજ વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે.

ગરમીનો પ્રકોપ યથાવત હોય તેમ ૪૪ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહૃાું હતું. ત્યારે ઉનાળાના આકરા તાપની વચ્ચે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. જોકે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર રહેવાનો છે. વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી રહૃાું છે. જેની અસર હેઠળ વાતાવરણમાં વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે.

ગુજરાત રાજ્યમાં આગામી તા.૩૦ મેના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ તથા ૩૧ મેના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, કચ્છ અને તા. ૧ જૂને પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર તેમજ તા. ૨ જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી ૪૮ કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ પલટો સંભવિત છે. આગામી દિવસોમાં વરસાદ સમયે ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તેમજ સુરેન્દ્રનગર વિસ્તારમાં ૨૮ મેના ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે લોકોને અકળામણનો અનુભવ થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh