Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુષ્કર્ણા બ્રાહ્મણ પરિવારો દ્વારા આયોજનઃ
ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયાના પુષ્કર્ણા બ્રાહ્મણ જ્ઞાતિના જોશી અને બોડા પરિવારો દ્વારા ત્રણ સ્થળે હવન યોજવામાં આવ્યા હતાં.
પુષ્કર્ણા બ્રાહ્મણ કુટુંબના ખેતરપાર દાદાને ત્યાં હવનમાં સચીનભાઈ અજીતભાઈ બોડા બેઠા હતા તથા સુરાપુર હવનમાં વિવેક પ્રતાપભાઈ બોડા બેઠા હતા જયારે વાંકોલ માતાજીના મંદિરે હવન પૂજામાં બેસવા મુંબઈથી કૌશિકભાઈ નાથાલાલ મૂર્તિવાલા ખાસ પરિવાર સાથે આવ્યા હતાં.
સવારે શરૂ થયેલા આ વિદ્ધાન ભૂદેવો સાથેના ત્રણેય યજ્ઞોમાં બીડું હોમવાના પ્રસંગે મોટી સંખ્યામાં પુષ્કર્ણા બ્રહ્મ પરિવારો જોડાયા હતા તથા બ્રાહ્મણો તમામ યજ્ઞના બીડાનો લાભ લઈ શકે તે માટે અલગ અલગ સમયે ત્રણે હવન સંપન્ન થયા હતા તે પછી પુષ્કર્ણા બ્રહ્મપુરીમાં બ્રહ્મ ભોજન રાખવામાં આવ્યું હતું.
પુષ્કર્ણા બ્રાહ્મણ અગ્રણીઓ નવનીતભાઈ બોડા, સુનીલભાઈ બોડા, હિતેશભાઈ બોડા, પ્રતાપભાઈ બોડા, તુષારભાઈ બોડા, હેતલભાઈ બોડા, દિલીપભાઈ બોડા, પ્રતાપભાઈ બોડા, દિનેશભાઈ બોડા, સચીનભાઈ વિગેરે પૂજા હવન તથા પ્રસાદીમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial