Advertisement
Author: નોબત સમાચાર

ખોડીયાર કોલોની મેઈન રોડથી નીલકમલ સોસાયટીનો માર્ગ ભારે વાહનો માટે આજથી બંધ

જામનગરમાં આરસીસી બોક્સ કેનાલના કામને પગલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરમાં આરસીસી બોક્સ કેનાલનું કામ કરવાનું હોવાથી તા. ૨૮-૫-૨૬ થી તા. ૧૫-૬-૨૬ સુધી ખોડીયાર કોલોની મેઈન રોડ થી ૮૦ ફૂટ શાક માર્કેટ નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. જે અંગેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબતની મહાનગરપાલિકા કમિશનર દ્વારા વિધિવત જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

દીપેશ કેડિયા (કમિશનર, જામનગર મહાનગરપાલિકા) એ જાહેર નોટિસથી જાણ કરી છે કે, જામનગર મહાનગર પાલિકાની હદમાં જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ, જનતા ફાટકથી ખોડીયાર કોલોની ૮૦ ફૂટ રોડ થઈ જગડીયા કેનાલ સુધી આરસીસી બોક્સ કેનાલનું કામ હાલ ચાલુ કરવાનું થતું હોય, જેની સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૨૮-૫-૨૬થી તા. ૧૫-૬-૨૬ સુધી ખોડીયાર કોલોની મેઈન રોડ થી ૮૦ ફૂટ રોડ, શાક માર્કેટ, નીલકમલ સોસાયટી સુધીના રસ્તા પર વાહન વ્યવહાર ભારે વાહનો માટે બંધ રાખવામાં આવશે. જેનો અમલ કરવાનો મહાનગર પાલિકાના કમિશનરે હુકમ કર્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બીપીએમસી એકટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

જેની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ચિત્રકુટ સોસાયટીના આંતરિક રસ્તાઓ, રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભવનથી નિલકમલ સોસાયટીના આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે તેમ મહાનગર પાલિકાની યાદીમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh