Advertisement
Author: નોબત સમાચાર

સ્કૂટર પર જતાં બે તરૂણને રોકાવી ત્રણ શખ્સે તલાશી લીધા પછી ઘડિયાળ પડાવી

એક તરૂણના પિતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગર મહાનગર પાલિકાના સ્પોર્ટ્સ સંકુલવાળા રોડ પરથી મંગળવારની બપોરે બે તરૂણ સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે એક એક્ટિવામાં ત્રિપલ સવારીમાં આવેલા ત્રણ શખ્સે તેઓને રોકી સ્કૂટરની ડેકી તથા પહેરેલા કપડાની તલાશી લીધા પછી બે ફડાકા ઝીંકી રૂ।.૧ હજારની ઘડિયાળ પડાવી લઈ પોબારા ભણી લીધા હતા. આ તરૂણે પિતાને તેની જાણ કર્યા પછી ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા છે.

જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં વસવાટ કરતા સુરેશભાઈ વિસનદાસ લાલવાણી નામના વેપારીનો સત્તર વર્ષનો પુત્ર પૃથ્વીરાજ મંગળવારે બપોરે બારેક વાગ્યે પોતાના મિત્ર અપૂર્વ સાથે સ્કૂટરમાં ભીડભંજન મંદિર સામેના રસ્તાથી તળાવની પાળ તરફના રસ્તા પર જઈ રહ્યો હતો.

આ વેળાએ જીજે-૧૦-ઈજી ૯૬૫૩ નંબરના એક્ટિવામાં આવેલા ત્રણ શખ્સે પૃથ્વીરાજને ઉભો રખાવ્યા પછી તેના સ્કૂટરની ડેકી ચેક કરી હતી અને તેના ખિસ્સા ચકાસવા ઉપરાંત બે ફડાકા ઝીંકી દીધા હતા. ખિસ્સામાંથી કે ડેકીમાંથી કંઈ ન મળતા આ શખ્સોએ તારી ઘડિયાળ આપી દે તેમ કહી વધુ માર મારવાની ધમકી આપી રૂ।.૧ હજારની કિંમતની ઘડિયાળ પડાવી લીધી હતી. ઘેર જઈ આ તરૂણે પિતાને વાત કર્યા પછી ગઈરાત્રે સુરેશભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્કૂટર નંબર મેળવી ત્રણ અજાણ્યા શખ્સના સગડ મેળવવા માટે કેટલાક સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે અને બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh