Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરારના આધારે મકાન પચાવી પાડવાની દાટીઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક મહિલાએ છએક મહિના પહેલાં એક આસામી પાસેથી રૂપિયા પોણા પાંચ લાખ હાથઉછીના મેળવ્યા પછી તેની સામે મકાનનો વેચાણ કરાર કરી આપ્યો હતો. ત્યારપછી મકાન પચાવી પાડવાની ધમકી આપી વ્યાજ સાથે રકમની ઉઘરાણી કરી તેણીની છેડતી કરાતા અને ગાળો ભાંડી પતિને મારી નાખવાની ધમકી અપાતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના મેહુલનગર એંસી ફૂટ રોડ પર સિદ્ધિ પાર્ક સોસાયટીમાં વસવાટ કરતા રશ્મીબેન ભીખુભાઈ ટાકોદરા નામના મહિલાએ થોડા સમય પહેલાં દિવ્યમ્ પાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલ પાસેથી રૂ।.પોણા પાંચ લાખ ઉછીના લીધા પછી તેમના મકાનમાં વેચાણ કરાર કરાવી લઈ પાંચ ટકા વ્યાજ વસૂલ્યું હતું.
તે ઉપરાંત અન્ય એક વ્યક્તિએ રૂ।.ર લાખ ઘનશ્યામભાઈ પાસેથી ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. તેની સામે રશ્મીબેન તથા અન્ય વ્યક્તિના કોરા ચેક મેળવી લઈ ઘનશ્યામભાઈએ એક ખાનગી બેંકમાં બંનેના નામના ખાતા ખોલાવ્યા હતા અને તેનું એટીએમ, ચેકબુક પોતાની પાસે રાખી લીધા હતા.
ત્યારપછી મારા પૈસા વ્યાજ સાથે આપી દેજો નહીતર તમારી મિલકતનું લખાણ મારી પાસે છે તેમ કહી ભયમાં મૂકી બાકી રકમ બળજબરીથી કઢાવી લેવાની ધમકી આપી રશ્મીબેનની છેડતી કરી ગાળો ભાંડી હતી અને તેમના પતિને પતાવી દેવાની ધમકી આપી હતી. સિટી સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial