Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જિલ્લા જેલમાં કાનૂની સહાયતા કેન્દ્રનો પ્રારંભઃ નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન મળશે

મુલાકાતના દિવસ અને સમય મુજબ પેનલ વકીલ હાજર રહેશેઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા જેલના મુલાકાત વિસ્તારમાં લીગલ એઈડ હેલ્થ ડેસ્ક (કાનૂની સહાયકતા કેન્દ્ર)નો પ્રારંભ પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ એન.આર. જોષીના માર્ગદર્શન હેઠળ કરાયો છે. જામનગરના સચિવ એ.એમ. શુકલના હસ્તે કેન્દ્ર ખૂલુ મૂકવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના 'મુલાકાત સે ન્યાય તક' અભિયાન, જે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ જેલ સત્તાધીશો સાથે વિચાર વિમર્શ કર્યા પછી જેલ પરિસરમાં શરૂ કરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ ન્યાયની પ્રક્રિયાને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવવાનો છે. મુલાકાતનો નિયત સમય અને દિવસો દરમિયાન અહીં પેરા લીગલ વોલન્ટીયર્સ, જેલવિઝીટ લોયર્સ અને પેનલ વકીલો હાજર રહેશે. તેઓ જેલ કેદીઓના સગા-વ્હાલા, વાલીઓ તેમજ સ્થાનિક જેલ સ્ટાફ અને સત્તાધીશો સાથે રહીને પ્રાથમિક કાનૂની માહિતી, તેમના અધિકારો, કેસનું સ્ટેટસ વગેરે કાયદાકીય બાબતો અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપશે. સજા કાપી રહેલા બંદીવાનોને મળવા આવતા તેમના પરિવારજનોને માર્ગદર્શન મળી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh