Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ૦ બેડની ક્ષમતાવાળો વોર્ડ શરૂ થશે

'ઈબોલા'ની દહેશતના પગલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: ભારતમાં ઈબોલાની એન્ટ્રી થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતમાં સરકાર સતર્ક બની છે. આવતીકાલે જામનગરની સરકારી હોસ્પિટલમાં અગત્યની બેઠક પણ યોજવામાં આવી છે. બીજી તરફ આગોતરી તૈયારી રૂપે જી.જી. હોસ્પિટલમાં પ૦ બેડવાળા વોર્ડની તૈયારી કરવામાં આવી રહી છે.

યુગાન્ડાથી મહિલા ભારતમાં આવ્યા છે, જેમને ઈબોલા જેવા લક્ષણો જોવા મળતા આઈસોલેશન કરી દેવામાં આવ્યા છે.

બીજી તરફ આ ખતરનાક વાયરસને પ્રસરતો રોકવા માટે ભારત અને ગુજરાત સરકારે કેટલાક કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

આ વાયરસ સંબંધે આવતીકાલ શુક્રવારે જી.જી. હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની અગત્યની બેઠક યોજવામાં આવી છે, જેમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી, મેડીસીન વિભાગના વડા અને સંબંધિત અધિકારીઓ બેઠકમાં ભાગ લેનાર છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગરની જી.જી. હોસ્પિટલ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કોરોના સમયમાં અહિં સૌરાષ્ટ્રભરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આથી ઈબોલાના સંભવિત આક્રમણ સામે જી.જી. હોસ્પિટલમાં પ૦ બેડની ક્ષમતાવાળા વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જો કે હાલ સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ઈબોલાનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ તંત્ર આગોતરૂ આયોજન કરી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh