Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાની આત્મહત્યાની કોશિષના કેસમાં બે આરોપીઓનો છૂટકારોઃ વ્યાજ-મુદ્દલનો મામલો

બીમારી માટે વ્યાજે લેવામાં આવી હતી રકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના એક મહિલાએ બે શખ્સના કહેવાતા ત્રાસથી કંટાળી થોડા સમય પહેલાં અગનપછેડી ઓઢી હતી. પોલીસે તેઓના નિવેદન પરથી આ શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરમાં રહેતા અને રાજકોટની રેલવે હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ ભૂરાભાઈ ઝીંઝુવાડીયાના માતા બીમાર રહેતા હોવાના કારણે તેઓને પૈસાની જરૂર પડતા ભગવતસિંહ વનુભા જાડેજા, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા પાસેથી તેઓએ વ્યાજે પૈસા મેળવ્યા હતા. તે રકમ ચૂકવી આપવા છતાં ફોન અને રૂબરૂમાં ધમકી અપાતી હતી.

આથી કંટાળી ગયેલા ભરતભાઈના પત્ની સવિતાબેને પોતાના ઘરે શરીર પર જવલનશીલ પ્રવાહી રેડી દીવાસળી ચાંપી દીધી હતી. દાઝી ગયેલા આ મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને તેના પરથી ભગવતસિંહ તથા જયદીપસિંહ સામે ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આપેલી રકમ પરત માંગવી તે ગુન્હો નથી અને રકમ ચૂકવી આપી હોવા છતાં ત્રાસ અપાતો હોવાનો કોઈ પુરાવો રેકર્ડ પર આવ્યો નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા તથા કરણ પટેલ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh