Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તાલુકાના
જામનગર તા. ૫: ખંભળીયા તાલુકાના વડત્રામાં આવેલ વિશ્વનાથ વેદ પાઠશાળામાં જાણીતા કથાકાર મગનલાલ રાજયગુરૂ, સાંસ્કૃતિક કલા નીધિ ગ્રુપ તથા સમસ્ત વડત્રા ગામ દ્વારા સંયુક્ત રીતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
સાંજે ૪ વાગ્યે આ કાર્યક્રમ શરૂ થયો હતો જેમાં પૂજા, મહા આરતી તથા સમૂહ ભોજન તેમજ રાત્રે લોક ડાયરો યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી, હરેશદાન ગઢવી, વિક્રમ લાબડીયા વગેરે કલાકારો જોડાયા હતા. ગુરૂ પૂર્ણિમાની પૂજામાં કાઠમાંડુ પશુપતિનાથથી ખાસ સવા પાંચ કિલો વજનના સ્ફટીકના શ્રીયંત્રની વિવિધ મંત્રો તથા ઔષધિઓથી પૂજા કરવામાં આવી હતી. પાઠશાળાના આંગણમાં ૨૫ ફૂટ ઊંચા વિશ્વનાથ મહાદેવની ગંગા આરતી કરવામાં આવી હતી.
કથાકાર નરેશભાઈ રાજ્ગગુરૂ તથા 'ઓ કાના' ગ્રુપના હરેશભાઈ રાજયગુરૂ દ્વારા સંચાલન થયું હતું. જેમાં મુંબઈ, દ્વારકા, રાજકોટ, છત્તીસગઢ, ઓરિસ્સાથી ભાવિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. તથા તેનું લાઈવ પ્રસારણ હજારો ભાવિકોએ નિહાળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial