Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ સહિત રૂ।.૩૪,૦૪૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૫: સલાયા સ્થિત સર્વિસ રોડ પર લૂડો ગેમનું ચિત્ર દોરી પાટીયા પર કુકરી તથા પાસા ફેંકાવી રમાડાતા જુગાર પર પોલીસ ત્રાટકી હતી. ત્યાંથી ચાર શખ્સને જુગાર રમતા પકડી લેવાયા હતા અને રોકડ, મોબાઈલ મળી રૂ।. ૩૪૦૪૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
સલાયા શહેરમાં સર્વિસ સ્ટેશન પાછળ રોડ પર ગઈકાલે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી સલાયા મરીન પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે લાકડાના પાટીયા પર લૂડો રમતનું ચિત્ર દોરી અલગ અલગ કુકરી તથા પાસા રાખી જે શખ્સ જીતે તેને રૂ।.૫૦૦ આપવાની શરત લગાડી જુગાર રમાડાતો હતો ત્યાંથી હમીદ હારૂન લોરૂ, કાસમ જુનસ ગજણ, હનીફ અનવર જસરાયા, સાલેમામદ સીદીક સંઘાર નામના ચાર શખ્સની અટક કરાઈ છે.
પોલીસે રૂ।.૧૨,૫૪૦ રોકડા, ચિત્ર દોરેલુ પાટીયું, સ્ટીલની ૧૬ કુકરી, એક પાસો, ચાર મોબાઈલ મળી કુલ રૂ।.૩૪,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને ચારેય શખ્સ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial