Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આપ'ના પ્રમુખ દ્વારા રાજ્ય સરકારને રજૂઆતઃ
ખંભાળીયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લા આમઆદમી પાર્ટીના પ્રમુખ રામજી પરમાર દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરીને દ્વારકા જિલ્લાને તાત્કાલીક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે.
તેમણે જણાવેલ છે કે દ્વારકા જિલ્લામાં અત્યંત અપૂરતો અને ઓછો વરસાદ પડયો હોય, પાણીની ગંભીર અછત તથા ખેડૂતો, પશુપાલકોને ખૂબજ પરેશાની થઈ રહી છે. વાવણી પછી સમયસર વરસાદ ના થતાં પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં છે. તથા પશુઓને ઘાસચારો તથા પાણીની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જતી હોય, ગુજરાત સરકાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાસ્તવિક સ્થિતિનો સર્વે કરાવે તથા તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને વિલંબ વગર રાહત કામગીરી શરૂ કરવાની માંગણી કરાઈ છે.
આમઆદમી પાર્ટીએ મુખ્ય પાંચ માંગો કરી છે. જેમાં દરેક ગામ, શહેરમાં પીવાના પાણી માટેની તાત્કાલિક જરૂરત મુજબ વ્યવસ્થા કરવી, ઢોર-પશુઓ માટે ચારા કેમ્પ શરૂ કરવા તથા રાહતભાવે ઘાસ, ગાંસડીઓ આપવા, ખેડૂતોનું બિયારણ પાક નિષ્ફળ જતો હોય તો તાકીદે આર્થિક સહાય તથા દ્વારકા જિલ્લા માટે વિશેષ દુષ્કાળ જાહેર કરી રાહત પેકેજ તથા રાહત યોજનાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, દ્વારકા જિલ્લામાં હજુ દ્વારકા તથા કલ્યાણપુર પંથકમાં અનેક સ્થળે વાવણી પણ થઈ નથી તથા સરકારી આંકડા મુજબ પણ હજુ દ્વારકામાં એક ઈંચ વરસાદ પણ પડયો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial