Advertisement
Author: નોબત સમાચાર

આરએસપીએલ કંપનીમાં થયેલી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયોઃ સાતની અટક

વાહન સહિત રૂપિયા સાડા નવ લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: કુરંગામાં આવેલી ઘડી ડિટર્જન્ટ કંપનીના પટાંગણમાંથી ૨૯૫ કિલો વજનનો કોપર તથા એલ્યુમિનિયમનો વાયર ચોરાઈ ગયો હતો. તેની તપાસમાં એલસીબીએ સાત શખ્સને પકડી લઈ વાહન સહિત રૂપિયા સાડા નવ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

દ્વારકા નજીક આવેલા કુરંગામાં આરએસપીએલ-ઘડી ડિટર્જન્ટ કંપનીમાંથી કોપર વાયર તેમજ એલ્યુમિનિયમના વાયરચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાંથી અંદાજે રૂ।.૬ લાખની કિંમતના ૨૯૫ કિલો વજનના વાયર ચોરાઈ ગયા હતા.

આ ગુન્હાની તપાસમાં દ્વારકા એલસીબીના સ્ટાફ દ્વારા પીઆઈ એન.એચ. જોષી દ્વારા અપાયેલી સૂચના અને પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટાના વડપણ હેઠળ તપાસ કરાતી હતી ત્યારે ખંભાળિયા-પોરબંદર ધોરી માર્ગ પર પસાર થતા છોટા હાથી જેવા વાહનમાં ચોરાઉ વાયર લઈ જવાતો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવતા ખંભાળિયાના વિરમદળ ગામનો રણજીત નાથાભાઈ વાઘેલા, વિજય રાજુભાઈ વાઘેલા, વીરપુરનો રામ રાજુ સોલંકી, ખંભાળિયાના મનસુખ ઉર્ફે ટકો ઝવેરભાઈ સોલંકી, કરણ જયંતિભાઈ સોલંકી, અનિલ મનસુખ સોલંકી, મહેશ નાનજીભાઈ વઢીયાર નામના સાત શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો પાસેથી રૂ।.૪ લાખ ૭ર હજાર રોકડા, ૩૬૦ કિલો વાયર, કટર, તણી, રૂ।.ર લાખનું વાહન મળી કુલ રૂ।.૯ લાખ પ૧૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સોએ ઉક્ત ચોરીની કબૂલાત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh