Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકામાં નવા ઉમેરાયેલા વિસ્તારોની સ્થિતિ ઠેરની ઠેર-અનેક સમસ્યા !

મોટા-મોટા બણગાં ફૂંકાયા...મહિનાઓ વિતી જવા છતાં...

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં આઠ મહિના અગાઉ નજીકના ગ્રામ્ય વિસ્તારોની હર્ષદપુર, ધરમપુર, રામનગર, શક્તિનગર ગ્રામપંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુવિધા વિહોણા આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં લોકોને પ્રાથમિક સગવડતાઓ મળશે તેવી આશા જન્મી હતી અને જે-તે સમયે નગરપાલિકા દ્વારા લાઈટ, પાણી, સફાઈ, રસ્તા જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ મળતી થશે તેવા મોટા-મોટા બણગાં ફૂંકાયા હતા અને તેની બહોળી પ્રસિદ્ધિ પણ કરવામાં આવી હતી.

પણ... આઠ-આઠ મહિનાનો સમય વિતી જવા છતાં આ ચારેય ગ્રામ પંચાયતોના ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ યથાવત જ છે અને કોઈ પ્રાથમિક સુવિધા મળી નથી...

સ્ટ્રીટ લાઈટોની સગવડ શહેરમાં મળે પણ હજુ થાંભલા લાઈટો નંખાઈ જ નથી. નવા વિસ્તારોને ડોર-ટુ-ડોર કચરો તથા સફાઈ વ્યવસ્થા મળે પણ હજુ ડોર-ટુ-ડોરનું ટેન્ડર મંજૂર થઈને કામ જ આપ્યું નથી. તો સફાઈ માટે પુરતો સ્ટાફ જ નથી તો નવા વિસ્તારોમાં સફાઈ ક્યાંથી થાય...?

નવા વિસ્તારોને રોડની સગવડ મળે પણ તેના માટે હજુ ટેન્ડરો થયા નથી કે નથી સર્વે થયો, તો નવા વિસ્તારોને નળની લાઈનો મળે પણ તે માટેની મેઈન લાઈનો નાખવી પડે તેવી કંઈ જ કાર્યવાહી હજુ થઈ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh