Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા સરકારી હોસ્પિટલ પાસે
ખંભાળિયા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રાર્થના ફાઉન્ડેશન નામથી સેવાકીય સંસ્થાની કામગીરી શરૂ કરી છે, જેના કાર્યાલયનો પ્રારંભ રક્તદાન કેમ્પથી થયો હતો.
ખંભાળિયા સરકારી હોસ્પિટલની બાજુમાં જ શરૂ થયેલા આ કાર્યાલયમાં રક્તદાન કરીને સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરતા ઈશુદાન ગઢવીએ જણાવેલ કે દ્વારકા જિલ્લાના ગરીબ તથા મધ્યમ વર્ગ માટે પ્રાર્થના ફાઉન્ડેશનની સેવા આશીર્વાદરૂપ બનશે. દર્દીઓને લોહી, જરૂરી તબીબી સાધનો, વ્હીલચેર, બેડ સાથે ખંભાળિયાથી જામનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી દર્દીને મદદરૂપ થવા વ્યવસ્થા થશે.
ખંભાળિયા, અમદાવાદ કે જામનગર જ્યાં તબીબી સારવારની જરૂર હશે ત્યાં એપોઈન્ટમેન્ટથી માંડીને ભલામણ, સારવારની વ્યવસ્થા કરી દેવામાં આવશે તથા દર્દીઓને જરૂરી આરોગ્ય વિષયક સાધનોની પણ સગવડો પૂરી પાડવામાં આવશે.
પ્રાર્થના ફાઉન્ડેશનના રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. ખંભાળિયાની સરકારી હોસ્પિટલને રક્ત આપવામાં આવ્યું હતું.
ખંભાળિયા ફૂલાનંદ હનુમાનજીના મહંત ભાસ્કરાનંદ બાપુ તથા આગેવાનો દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવા બદલ ઈશુદાન ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial