Advertisement
Author: નોબત સમાચાર

સંસદમાં શોરબકોરઃ સંકુલમાં વિરોધ-પ્રદર્શનોઃ ચંદા ચોરી અને યુવાનો- વિદ્યાર્થીઓના મુદ ઉછળ્યા

રાહુલ ગાંધીએ પેલેટ ગનનો મુદે ઉઠાવ્યોઃ ગૃહમંત્રી અમિત શાહ સામે વિપક્ષે માંડયો મોરચો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૫: સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી માર્ચ યોજી હતી, તો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ યુવાનોના મુદ્દા ઉઠાવ્યા. જંતર-મંતર પર પેલેટ ગન અને દાન ચોરી મામલે વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા. રાહુલ ગાંધીએ પેલેટ ગન વાપરવા પર સવાલ ઉઠાવ્યો. ભારે હોબાળા વચ્ચે ચર્ચા વિના કેટલાક બિલો પસાર કરાયા.

સંસદના મોનસૂન સત્ર દરમિયાન દરરોજ ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન જોવા મળી રહૃાા છે. સત્ર શરૂ થતાં પહેલાં બુધવારે વિપક્ષી દળોના દિગ્ગજ નેતાઓએ સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી એક વિશાળ માર્ચનું આયોજન કર્યું હતું. આ માર્ચમાં સમાજવાદી પાર્ટીના સાંસદો તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ મોટા પ્રમાણમાં સામેલ થયા હતા. આ માર્ચના માધ્યમથી વિપક્ષે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દાઓ પર સરકાર સામે અવાજ બુલંદ કર્યો હતો અને તાત્કાલિક ચર્ચાની માંગ કરી હતી.

વિપક્ષી નેતાઓએ ગત ૨૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ નવી દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ સામે થયેલી કથિત પોલીસ કાર્યવાહીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે આંદોલનકારીઓ પર પેલેટ ગન કોના સત્તાવાર આદેશથી ચલાવવામાં આવી હતી. વિપક્ષ સતત માંગ કરી રહૃાો છે કે ગૃહમંત્રી સંસદમાં આવીને આ ગંભીર મામલે દેશને સ્પષ્ટ જવાબ આપે અને સુરક્ષા વ્યવસ્થા પર ખુલાસો કરે.

સંસદની બહારથી લઈને અંદર સુધી દાન ચોરીનો વિવાદાસ્પદ મુદ્દો પણ ખૂબ ગરમાયો છે. ગત મંગળવારે આ મુદ્દો રાજ્યસભા અને લોકસભા બંને સદનોમાં છવાયેલો રહૃાો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને કેન્દ્ર સરકાર સામે આ મામલે ઇડી તથા સીબીઆઈ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહીને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને પારદર્શિતાની માંગ કરી હતી.

મંગળવારે લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે જ નાણામંત્રી દ્વારા સંશોધન વિધેયક તેમજ વિનિયોગ વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. જે કોઈ પણ વિસ્તૃત ચર્ચા વગર જ ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યા હતા. સતત ચાલતા હોબાળાને કારણે બંને સદનોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રાર સંશોધન વિધેયક હવે મંજૂરી માટે મોકલવામાં આવશે.

સંસદ ભવનમાં કોંગ્રેસ સાંસદ દ્વારા જંતર-મંતરની પોલીસ કાર્યવાહી પર ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગત પ્રસ્તાવનો નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત, નવા દલબદલ વિરોધી કાયદાની રૂપરેખા પર વિશેષ ચર્ચા કરવા માટે પણ નોટીસ રજૂ કરવામાં આવી છે. જેથી સ્વાર્થ અને અવસરવાદથી પ્રેરિત રાજકીય પક્ષપલટા પર કડક અને અસરકારક રોક લગાવી શકાય અને સંસદીય મર્યાદા જળવાઈ રહે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh