Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે લીધી
જામનગર તા. ૬: જામનગર જિલ્લામાં માવઠાના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ખેતરોમાં થયેલા પાક નુક્સાનીનું નિરીક્ષ કરી ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી.
જામનગર જિલ્લામાં માવઠાના પરિણામે ખેડૂતોના પાકને નુક્સાની સર્જાઈ હોવાથી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોળ તાલુકાના કાતડા, ડાંગરા, ખાખરા અને કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે ખેડૂતો સાથે બેઠક યોજી હતી, તેમજ ખેતરોમાં થયેલ પાક નુક્સાનીનું જાતે નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ અને માવઠાના પરિણામે ખેડૂતોના પાકને નુક્સાન થયું છે. તે બદલ સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે બેઠક યોજી રાઘવજીભાઈએ તેઓની રજૂઆતો સાંભળી હતી, તેમજ સર્વેની કામગીરી અંગેની પણ જાણકારી મેળવી હતી. મંત્રીની આ મુલાકાતમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અગ્રણીઓ નવલભાઈ મુંગરા, લગધીરસિંહ જાડેજા, રસિકભાઈ ભંડેરી, રાજેન્દ્રસિંહ જાડેજા, ભીમજીકભાઈ મકવાણા, જેન્તિભાઈ કગથરા, ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial