Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ ઉછળ્યોઃ ૩૦૭ શેર્સમાં અપર સર્કિટ લાગી

અમેરિકામાં ચૂંટણીઃ ડોનાલ્ડ ટ્રમ્પની જીત વચ્ચે

નવી મુંબઈ તા. ૬: અમેરિકાના ચૂંટણી પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પની લીડને ધ્યાનમાં લેતા ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના અંતે આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. રોકાણકારોની મૂડીમાં પણ ચાર લખા કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સેન્સેક્સ ર૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખૂલ્યા પછી ૭૦૦ પોઈન્ટ ઉછળી ૮૦,ર૧પ ના સ્તરે પહોંચ્યો હતો. જે ૧૧-૦૪ વાગ્યે ૪૬૯.૯૮ પોઈન્ટના ઉછાળે ૭૯,૯૪પ.૪૧ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની ૩૦ સ્કિપ્સ પૈકી ૧૩ શેર્સ ઘટાડા તરફી અને ૧૭ શેર્સ સધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી પ૦ ૧૩૯.૬પ પોઈન્ટ ઉછાળે ર૪,૩પર.૯પ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પ૦ માં ૩૦ શેર્સ ગ્રીન ઝોનમાં અને ર૦ શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ માં ટ્રેડેડ ૩૮૩૯ સ્કિપ્સ પૈકી ર૬૯૩ શેર્સમાં સુધારો અને ૯૯૮ શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ૧૮પ શેર્સ વર્ષની નવી ટોચે, જ્યારે ૩૦૯ શેર્સમાં અપર સર્કિટ વાગી છે. આ સિવાય ૧૩૭ શેર્સમાં લઅર સર્કિટ અને ૧૧ શેર્સમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત સાથે આઈટી અને ટેકનોલોજી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. આઈટી ઈન્ડેક્સ ૩.૩૦ ટકા ઉછાળે, જ્યારે ટેકનોલોજી ઈન્ડેક્સ ર.૧ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. ટેકનોલોજી શેર્સમાં ઈન્ડસ ટાવર સિવાય તમામ ર૪ સ્ટોક્સમાં પ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. મેટલ ઈન્ડેક્સ ૦.ર૩ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. એનર્જી, પીએસયુ, રિયાલ્ટી, કન્ઝ્યુમબર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ ૧ ટકાથી વધુ ઉછળ્યા છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતને ધ્યાનમાં લેતા ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તોફાની તેજી આવી છે. બિટકોઈન લાંબા સમય પછી ૭પ,૦૦૦ ડોલરના લેવલે સ્પર્શ્યો છે. ટ્રમ્પની નીતિઓ ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે વધુ અનુકૂળ હોવાના અંદાજ સાથે ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોએ ખરીદી વધારી છે. બિટકોઈન ૧૧-૪ર વાગ્યે ૯.૦ર ટકાના ઉછાળે ૭૪,૭૩૭ ડોલરના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે એલન મસ્કનો ડોઝફોઈન ર.૭૯ ટકા ઉછાળે ૦.ર૦૭ ડોલરે ટ્રેડ થઈ રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh