Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માતોની હારમાળા, પ્રતિ કલાકે ૩૮ વ્યક્તિ ઈજાગ્રસ્તઃ બનાવોમાં ૯૧ ટકાનો વધારો

ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમ્યાન

અમદાવાદ તા. ૬: દિવાળીના તહેવારોના ચાર દિવસમાં વાહન અકસ્માતથી ૩૬૨૫ વ્યક્તિને ઈજા થઈ છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ ૯૦૬ જ્યારે પ્રતિ કલાકે ૩૮ વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી. જેની સરખામણીએ સામાન્ય દિવસોમાં સરેરાશ ૪૮૧ વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થાય છે. આમ, સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારોમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં ૯૧.૪૮ ટકા જેટલો વધારો થયો હતો.

ઈમરજન્સી સેવા ૧૦૮ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ૩૧ ઓકટોબરથી ૩ નવેમ્બર દરમિયાન ટુ વ્હીલરમાં સૌથી વધુ ૨૮૨૧, ફોર વ્હીલરમાં ૩૯૬, રિક્ષામાં ૨૦૦, અન્ય વાહનમાં ૧૮૩ લોકોને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી. સામાન્ય દિવસોમાં ટુ વ્હીલરમાં સરેરાશ ૩૯૫, ફોર વ્હીલરમાં ૬૧, થ્રી વ્હીલરમાં ૩૧ જેટલાને વાહન અકસ્માતમાં ઈજા થતી હોય છે. આમ, ટુ વ્હીલરથી થતાં અકસ્માતની ઈજામાં સામાન્ય દિવસો કરતાં ૯૩ ટકાનો વધારો થયો હતો.

શ્વાસને લગતી સમસ્યાની ઈમરજન્સીમાં સામાન્ય દિવસો કરતાં સાધારણ વધ-ઘટ જોવા મળી હતી. સામાન્ય  દિવસોમાં રોજની સરેરાશ ૪૧૨ ઈમરજન્સી સામે ૩૧મીએ ૩૧મીએ ૩૭૯, ૧ નવેમ્બર ૪૧૭, બીજીએ ૩૯૧, ત્રીજીએ ૪૨૧ ઈમરજન્સીનો સમાવેશ થાય છે. દાઝવાની ઈમરજન્સીના કેસમાં ૮૫૦ ટકાનો વધારો થયો હતો.

સામાન્ય દિવસોમાં દાઝવાના રોજના સરેરાશ ચાર કેસ સામે ૩૧મીએ ૩૮, ૧ નવેમ્બરે ૪૦, બીજીએ ૨૪ અને ત્રીજીએ ૧૧ કેસનો સમાવેશ થાય છે. મારામારી ઈજાના કેસમાં ૧૨૪ ટકાનો વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ ૧૪૪ ની સામે ૩૧ મીએ ૩૨૩, ૧ નવેમ્બરે ૩૮૧, બીજીએ ૨૮૪, ત્રીજીએ ૨૦૯ કેસ સામે આવ્યા હતાં.

દિવાળીના ચાર દિવસમાં દાઝવાના ૧૧૩ કેસ નોંધાયા હતાં. જેમાં અમદાવાદમાં ૩૩, સુરતમાં ૨૯ એમ ૬૨ કેસનો સમાવેશ થાય છે. આ સિવાય દાઝવાના રાજકોટમાં ૮, ભરૂચમાં ૭, કચ્છમાં ૫, વડોદરા-પાટણમાં ૪-૪, જામનગરમાં ૩ કેસનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh