Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પનું પ્રથમ સંબોધનઃ
ફ્લોરીડા તા. ૬: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતા ર૭૭ ઈલેક્ટોરોલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયાની જાહેરાત અમેરિકન મીડિયા દ્વારા કરી દેવામાં આવી છે, ત્યારે આ જીત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ નિવેદન જાહેર કરતા તમામ અમેરિકન્સનો આભાર માન્યો હતો અને કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ.
અમેરિકના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી જીત્યા પછી ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતાં. અહીં તેમણે પોતના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતા કહ્યું કે આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકન્સનો વિજય છે.
આપણે બધાએ સાથે મળીને આ સાકાર કરી બતાવ્યું છે. આપણે ફરી એકવાર અમેરિકાને મહાન રાષ્ટ્ર બનાવીશું. આપણે સાથે મળીને દેશની દરેક સમસ્યા દૂર કરીશું. હું ઉપરાષ્ટ્રપતિને પણ શુભેચ્છા પાઠવું છું. આપણે દેશની બોર્ડરને મજબૂત કરીશું. આગામી ચાર વર્ષ અમેરિકા માટે ગોલ્ડન સાબિત થવાના છે.
ફ્લોરીડામાં સંબોધન કરતા ટ્રમ્પે પોતાની જીત માટે મહેનત કરનાર તમામ લોકો, પરિવાર, સેનેટર્સ અને અમેરિકાની જનતાનો આભાર માન્યો. ટ્રમ્પે તેમના ભાષણમાં છ મિનિટ સુધી ઈલોન મસ્કના પણ વખાણ કરતા કહ્યું કે, તેમણે જોરદાર કેમ્પેઈન કર્યું. ઈલોનના સ્પેસ પ્રોજેક્ટ સ્ટાર લિંક અને રોકેટના ઓટોમેટિક લેન્ડિંગની પણ વાત કરી. ટ્રમ્પે કહ્યું, 'ઈલોન સુપર જીનિયસ છે. આપણે આવા સુપર જીનિયસને સાચવા જ જોઈએ.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial