Advertisement
Author: નોબત સમાચાર

એસ.ટી. વિભાગના જામનગર ડિવિઝનને વધારાની રૂપિયા પ લાખ ૮૩ હજારની આવક

દિવાળીના તહેવારો દરમિયાન

જામનગર તા. ૬: જામનગરના એસ.ટી. ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન વધારાની બસની ટ્રીપો દોડાવવામાં આવી હતી, અને જેમાં સાત દિવસમાં રૂપિયા પાંચ લાખ ૮૩ હજારથી વધુની આવક મળી હતી.

દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી. બસમાં મુસાફરી ઘસારાને પહોંચી વળવા માટે તા. ર૯ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા વધારાની બસ દોડાવવામાં આવી હતી, અને બસની વધારાની કુલ ૭૦ ્ટ્રીપ કરવામાં આવી હતી. જેમાં દ્વારકા, દાહોદ વગેરે શહેરોનો સમાવેશ થાય છે. જેનો  ૩૬ર૭ મુસાફરોએ લાભ લીધો હતો અને મુસાફરી ભાડા પેટે વધારાની કુલ રૂા. પ,૮૩,પ૪૧ની આવક મળી હતી. જ્યારે વધારાની અને દરરોજની સામાન્ય રૂટિન મળી સાત દિવસમાં કુલ રૂપિયા સવાબે કરોડથી વધુ રકમની આવક મળી હતી. આમ જામનગર એસ.ટી. ડિવિઝનને દિવાળી આર્થિક રીતે ફળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh