Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મગજમાં તાવ ચઢી જતાં દવા પી લેનાર યુવકનું મૃત્યુઃ
જામનગર તા. ૬: જામનગરના ઠેબા બાયપાસ પાસે રહેતા એક પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી જઈને ગઈકાલે પોતાના ઘરે સાડી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે. ભાણવડના રોઝડા ગામના યુવાને મગજમાં તાવ ચઢી જતાં ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા ઠેબા બાયપાસ નજીક સરદાર પાર્ક-૪ની શેરી નં.૨માં વસવાટ કરતા મનોજભાઈ નાથાભાઈ ચિત્રોડા નામના યુવાનના પત્ની શિલ્પાબેન (ઉ.વ.૨૬) થોડા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા.
સારવાર અપાવવા છતાં સારૃં થતું ન હોવાથી કંટાળી ગયેલા આ પરિણીતાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે લોખંડની ઝાળીમાં સાડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. મનોજભાઈએ પોલીસને જાણ કરી છે. પંચકોશી એ ડિવિઝનના જમાદાર બી.એચ. લાબરીયાએ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોઝડા ગામના વતની સતિષભાઈ મેરામણભાઈ ખીસીરીયા (ઉ.વ.૨૭) નામના યુવાનને એકાદ મહિના પહેલાં તાવ આવ્યો હતો. તે વખતે મગજમાં તાવ ચઢી જતાં સતિષભાઈ માનસિક રીતે વિચલિત થઈ ગયા હતા. આ યુવાને ગઈ તા.૧પની બપોરે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પિતા મેરામણભાઈ કારાભાઈ ખીસીરીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial