Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીતરસમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દિપાવલીના દિવસે જગતમંદિરમાં યોજાયેલ હાટડી દર્શન તથા બીજા દિવસે યોજાયેલ અન્નકૂટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિત્તે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સૂવર્ણ-ચાંદી તથા અન્ય ઉચ્ચધાતુઓના અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. દિપાવલી પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરને વિશેષ લાઈટીંગ ડેકોરેશન-રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હોય, રાત્રિના સમયે જગતમંદિરની ત્રિજ્યામાં દસ દસ કિ.મી. સુધી દૂરથી ઝળહળતા જગતમંદિરનો નજારો જોવા મળ્યો હતો. જગતમંદિરમાં આવેલા નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શ્રૃંગારને લીધે ભગવાનના દિવ્ય શ્રૃંગારની અલગ અલગ ઝાંખીના દર્શનનો લાભ ભાવિકોને મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial