Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં ટ્રાફિક પોલીસતંત્ર દ્વારા નિયમોની અમલવારી માટે હાથ ધરાયા પ્રયત્નો

વાહનચાલકોને અર્પણ કરાયા ફૂલઃ

ખંભાળિયા તા. ૬: ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોની અમલવારી તથા વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. વાહનચાલકોને નિયમ અંગે સમજ આપવા માટે પેમ્ફલેટ વિતરણ સહિત ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોને અનુસરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫ોલીસવડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ ના માર્ગદર્શનમાં ખંભાળિયાના ટ્રાફિક પીઆઈ જે.બી. જાડેજા, હેડ કોન્સ. રાકેશ સિદ્ધપુરા તેમજ જવાનો દ્વારા ટ્રાફિક નિયમોની અમલવારી, જાહેર જનતા તથા વાહનચાલકોમાં સભાનતા-જાગૃતતાની ભાવના વિકસે તે માટે હોર્ડિંગ, પેમ્ફલેટ પ્રદર્શન, વિતરણ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી.

તે ઉપરાંત સીટ બેલ્ટ, હેલ્મેટ, ઓવર સ્પીડ, રોંગ સાઈડ ડ્રાઈવીંગ, લાઈનભંગ કરતા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ હતી. વાહનચાલકોને વીમો મેળવવા, લાયન્સ રિન્યુ કરાવવા, વાહનના કાગળો સાથે રાખવા, માલવાહક વાહનોમાં મુસાફરી ન કરવા, પરવાનાથી વધુ સંખ્યામાં મુસાફરોને ન બેસાડવા અને જાહેર માર્ગ પર સ્ટંટ કે રેસીંગ ન કરવા પોલીસે અપીલ કરી જે તે જગ્યાએ વાહનો મૂકી દઈ ટ્રાફિકને ન ગુચવવા પણ માર્ગદર્શન અપાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh