Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં બસ દુર્ઘટનાઓમાં ચિંતાજનક વધારોઃ એક વર્ષમાં દસ હજાર લોકોના મૃત્યુ

કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર

નવી દિલ્હી તા. ૬: કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ વર્ષ-ર૦રર માં વાહન ચાલકોએ કાબૂ ગુમાવવાના કારણે ર૦પ૯ દુર્ઘટના સર્જાઈ હતી. ગત્ વરસે ૧૯,૪૭૮ દુર્ઘટના થઈ હતી. ઓવર સ્પીડના કારણે સૌથી વધુ અકસ્માતો થયા હતાં. દેશમાં બસ દુર્ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. એક જ વર્ષમાં દસ હજાર લોકોના અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ખતરનાક રસ્તાઓ, મોટા વાહનો, અયોગ્ય ડ્રાઈવરો અને ઓવરલોડિંગના કારણે ઉત્તરાખંડના અલ્મોડામાં બસ અકસ્માતમાં ૩૬ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના આપણા દેશમાં માર્ગ સલામતીની મૂળભૂત ખામીઓ અને નબળાઈઓ તરફ ધ્યાન દોરે છે. બસો અવાર-નવાર અકસ્માતનો ભોગ બને છે અને આ સંખ્યા વધી રહી છે.

માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ર૦રર માં ડ્રાઈવરો દ્વારા તેમના વાહનો પરનો કાબૂ ગુમાવવાથી થતા અકસ્માતોની સંખ્યામાં પાંચ ટકાથી વધુનો વધારો થયો છે. આવા અકસ્માતોમાં ૯,૮૬ર લોકોએ જીવ ગુમાવ્યા છે. ર૦ર૩ ના આંકડા આવતા સપ્તાહે જાહેર થવાની ધારણા છે, ત્યારે આ સંખ્યામાં દસ ટકાનો વધારો થયો છે.

મંત્રાલય અકસ્માતોના આ કિસ્સાઓને રન ઓફ ધી રોડ શ્રેણીમાં રાખે છે, એટલે કે વાહન નિયંત્રણ ગુમાવાથી અકસ્માત સર્જાઈ છે. જેમાં ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં ખાડાઓમાં પડી જવાથી પણ વાહનોનો અકસ્માત સર્જાય છે. રોડ સેફટી એક્સપર્ટ અનુરાગ કુલશ્રેષ્ઠનું કહેવું છે કે, અકસ્માતની દુર્ઘટના દુઃખદ છે, પરંતુ તેના કારણો એ જ છે, જે અગાઉ પણ જાણવા મળ્યા હતાં. મોટાભાગના ડ્રાઈવરો સંપૂર્ણ પ્રશિક્ષિત નથી અને સામાન્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવતું નથી.

ઉત્તરાખંડમાં અકસ્માતનો ભોગ બનેલી બસમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા, તો તે સ્પષ્ટ છે કે, આ બસના સંતુલન અને ગતિને અસર પડે. દરેક બસને બેઠક ક્ષમતા એટલે કે, તેમાં ઉપલબ્ધ સીટોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવતી હોય છે. ઓવરલોડિંગ જેટલું વધારે છે. જોખમ વધારે છે. ર૦રર માં બસને લઈને પાંચ હજારથી વધુ દુર્ઘટનાઓ સર્જાઈ, જેમાં ૧૭૯૮ લોકોના મોત થયા. ઉત્તરાખંડની દુર્ઘટના પરથી જાણવા મળે છે કે, વાહન ચાલકને જોંકુ આવી જતા વાહન પર કાબૂ ગુમાવવાથી દુર્ઘટનાઓ સર્જાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh