Advertisement
Author: નોબત સમાચાર

હાપામાંથી બાળકીનું અપહરણ કરી જવાનો પ્રયત્ન કરનાર શખ્સ પકડાયો

પોલીસે બાળકીને મુક્ત કરાવી પૂછપરછ આદરીઃ

જામનગર તા. ૬: જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિર પાસેથી ગઈકાલે એક માલધારી પરિવારની સાતેક વર્ષની પુત્રીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. આ શખ્સને ગાંધીનગર રેલવે સ્ટેશન પાસેથી પોલીસે ગણતરીની કલાકમાં દબોચી લીધો હતો. બાળકીનો કબજો તેણીના પરિવારને સોંપી પોલીસે આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

જામનગર નજીક આવેલા હાપાના ઉદ્યોગનગર વિસ્તારમાં વસવાટ કરતા અને ઢોર ચરાવવાનો વ્યવસાય કરતા મૂળ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામના વતની યુવાનની સાતેક વર્ષની પુત્રી ગઈકાલે બપોરે હાપામાં આવેલા જલારામ મંદિર પાસે રમતી હતી.

આ વેળાએ ત્યાં આવેલો એક અજાણ્યો શખ્સ આ બાળકીને ભાગ લઈ આપવાનું કહી પોતાની સાથે લઈ ગયો હતો. પુત્રી ઘેર નહીં આવતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં આ બાળકીને બ્લુ રંગનું પેન્ટ તથા કાળા રંગનો શર્ટ ધારણ કરેલો શખ્સ કે જે મજબૂત બાંધો અને શ્યામવર્ણ ધરાવે છે તે શખ્સ પોતાની સાથે લઈ ગયો હોવાની જાણકારી મળી હતી.

આજુબાજુમાં તપાસ કર્યા પછી પિતાએ પોલીસને જાણ કરતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. જેમાં ગણતરીની કલાકોમાં આ બાળકીનો પત્તો મળી આવ્યો હતો. આ બાળકીને પોતાની સાથે રાખી એક શખ્સ રાજકોટ તરફ જવા માટે નીકળે તે પહેલાં જ પોલીસે તેને ગાંધીનગર સ્થિત રેલવે સ્ટેશન પરથી દબોચી લઈ બાળકીના પિતાને જાણ કરી હતી. દોડી આવેલા માલધારીએ પોતાની પુત્રીને ઓળખી બતાવી હતી. પોલીસે શખ્સની પૂછતાછ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh