Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા તથા બેટદ્વારકામાં
દ્વારકા તા. ૬: શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં હાલમાં ચાલી રહેલા દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૂઆતના દિવસોમાં યાત્રાળુઓના પ્રવાહમાં મંદી જોવાયા પછી નવવર્ષથી શરૂ થયેલ ગુજરાતભરના ટુરીસ્ટને લીધે સમગ્ર દ્વારકા નગરીમાં આવેલા હોટલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ, ભવનો હાઉસ્ફૂલ જોવા મળ્યા હતાં. આગામી પખવાડિયા સુધી હજુ પણ વેકેશનનો સમયગાળો હોય, યાત્રાળુઓ તથા ટુરીસ્ટનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ રહેશે તેવું જણાઈ રહ્યું છે. દિપાવલી તહેવારો તેમજ નવવર્ષના શ્રીજીના વિશેષ શ્રૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડ્યા હતાં.
તહેવારોની ઉજવણી તેમજ વેકેશનનો સદુપયોગ કરવા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને બહારના યાત્રિકો મોટી સંખ્યામાં હાલમાં દ્વારકામાં જોવા મળી રહ્યા હોય, જગતમંદિર સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા, નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા સેતુ, રિલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબત્તી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા ભરચક્ક વિસ્તારોમાં સવિશેષ ભીડ જોવા મળી રહી છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળતી હોય, અને શહેરભરમાં ઠેર ઠેર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા ઠેર ઠેર બેરિકેટ્સ લગાવી ટ્રાફિક નિયમન કરાઈ રહ્યું છે. યાત્રાધામમાં આવેલા રેસ્ટોરા તથા હોટલો, ધાબાઓ વગેરેમાં પણ યાત્રિકોની ભીડ જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial