Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાનું પોલીસ દ્વારા નોંેંધાયું નિવેદનઃ
જામનગર તા. ૬: જામનગર નજીકના જાંબુડા ગામ પાસે ડેમના કાંઠે કપડા ધોયા પછી જાંબુડા ગામની એક યુવતી ન્હાવા માટે ડેમમાં ઉતર્યા પછી ડૂબી ગઈ હતી. તેણીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરથી જોડિયા તરફ માર્ગ પર આવેલા જાંબુડા ગામમાં વસવાટ કરતા મનોજભાઈ પોલાભાઈ ચાવડા નામના પ્રૌઢની ઓગણીસ વર્ષની પુત્રી દિવ્યા ગઈકાલે સવારે જાંબુડા ગામ પાસે આવેલા ડેમના કાંઠે કપડા ધોવા માટે ગઈ હતી.
કપડા ધોયા પછી આ યુવતી ન્હાવા માટે ડેમમાં ઉતરતા કોઈ રીતે ડૂબવા માંડી હતી. તેણીને બહાર કાઢી સારવાર માટે જાંબુડાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત્યુ પામેલી જાહેર કરતા પિતા મનોજભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પિતાનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial