Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે સવા લાખના વાહન કબજે કરી પૂછતાછ આદરીઃ
જામનગર તા. ૬: જામનગરના સરૂ સેક્શન રોડ પર ધરારનગરમાંથી બે સપ્તાહ પૂર્વે એક્ટિવા સ્કૂટર ઉઠાવનાર બે ટાબરીયાને પોલીસે દબોચી લઈ પૂછપરછ કરતા કુલ ચાર વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે રૂપિયા સવા લાખની કિંમતના ચાર વાહન કબજે કરી કાયદાથી સંઘર્ષિત બંને કિશોરની પૂછપરછ હાથ ધરી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા ધરારનગર-ર સ્થિત જૂના હુસેની ચોકમાં રહેતા એક આસામીએ તેમના ઘરની બહાર ગઈ તા.૧૭ની રાત્રે જીજે-૧૦-સીએલ ૬૪૯૮ નંબરનંુ એક્ટિવા મૂક્યું હતું.
ત્યાંથી બીજા દિવસની સવાર સુધીમાં રૂા.૩૫ હજારની કિંમતનું આ વાહન ચોરાઈ ગયું હતું. તેની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં સુભાષબ્રિજ નીચે બે ટાબરીયા જુદા જુદા બાઈકમાં આંટાફેરા કરી રહ્યા છે તેવી બાતમી મળતા ત્યાં ધસી ગયેલી પોલીસ ટીમે સ્થળ પરથી પંદરેક વર્ષની વયના કાયદાથી સંઘર્ષિત એક કિશોરને એક્ટિવા સાથે રોકી લઈ પૂછપરછ કરતા તેણે આ વાહન પોતાના મિત્ર સાથે મળી ચોરી કર્યાની કબૂલાત આપી છે. તેની ઘનિષ્ઠ પૂછપરછ કરાતા તેણે કાલાવડ નાકા બહાર આવેલી તારમામદ સોસાયટી શેરી નં.૪માંથી પણ જીજે-૧૦-બીએસ ૯૮૫૨ નંબરનું એક્ટિવા ઉઠાવવા ઉપરાંત જીજે-૧૦-સીએમ ૧૬૨ નંબરનું સીલ્વર રંગનું એક્ટિવા તથા જીજે-૧૦-બીકે ૩૧૩૨ નંબરનું કાળા રંગનું એક્ટિવા ઉઠાવી લીધાનંુ કબૂલ્યું છે.
કાયદાથી સંઘર્ષિત બે કિશોરની અટકાયત કરી પોલીસે બાવળની ઝાળીમાં સંતાડીને રાખવામાં આવેલા અન્ય ત્રણ સ્કૂટર પણ કબજે લીધા છે અને બંનેની પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial