Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજયઃ ચાર વર્ષ પછી પુનઃ રાષ્ટ્રપતિ તરીકે આરૂઢ થશે

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભારે રસાકસી પછી કમલા હેરિસનો પરાજયઃ

વોશિંગ્ટન તા. ૬: સમગ્ર વિશ્વની નજર જેની પર મંડરાયેલી છે તેવી અમેરિકાના ૪૭ મા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આજે મતગણતરી થતા ચાર વર્ષ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના સર્વોચ્ચ પદ માટે વિજેતા થયા છે. અમેરિકાના રાષ્ટ્રપપતિ પદની ચૂંટણીમાં કુલ પ૩૬ ઈલેક્ટોરોલ કોલેજના મતદાનમાં ડોનાલ્ડ ટ્રમ્પને બહુમતિ માટે જરૂરી ર૭૭ માં સરસાઈ મળી છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી અને અમેરિકાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ર૬૧ મા સરસાઈ મળતા તેમનો પરાજય થયો છે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની મતગણતરી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જબરી રસાકસી જોવા મળી હતી. તેમાં ય ખાસ કરીને કમલા હેરિસને વિજયી બનવા માટે જે સારી સ્વીંગ સ્ટેટ્સમાં સરસાઈની આશા હતી ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પે સરસાઈ મેળવી હતી.

અમેરિકાના પ૦ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી, અને કમલા હેરિસ મતગણતરીમાં ૩૦ રાજ્યોની મતગણતરી પૂર્ણ થઈ તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ર૪ મા અને કમલા હેરિસે ૧૩ માં વિજય મેળવ્યો હતો.

એક તબક્કે ટ્રમ્પ ર૪૬ સીટો પર જ્યારે કમલા હેરિસ ર૧૦ સીટો સાથે સ્પર્ધામાં હતાં. તે સમયે પણ રાજકીય પંડિતોના મતાનુસાર ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય નિશ્ચિત હોવાનું જણાવાયું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ ર૦૧૭ થી ર૦ર૧ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતાં. તેઓ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર હતાં જ્યારે કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતાં.

આગામી જાન્યુઆરી ર૦રપ માં ડોનાલ્ડ ટ્રમ્પ પુનઃ રાષ્ટ્રપતિ પદે આરૂઢ થશે. ટ્રમ્પના પ્રસિડેન્ટ થવાના કારણે ભારત દેશને વિવિધ લાભો થવાની ચર્ચા ચાલી રહી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અંગત ગાઢ મિત્રાચારીના સંબંધ છે, જેનો ફાયદો ભારતને થશે. ભારતના આર્થિક તથા સંરક્ષણ ક્ષેત્રમાં અમેરિકાનો સહકાર વધશે.

જો કે, ટ્રમ્પે ભારતની આયાત રેરીફના મામલે ટીકા પણ કરી હતી. હવે નરેન્દ્રભાઈ મોદીના સારા મિત્ર હોવાના નાતે આ બાબતમાં યોગ્ય સમાધાન થવાની શક્યતા છે.

ટ્રમ્પ ચીન સામે ભારતને અનુકૂળતા મળે તેવી નીતિ-વિચારસરણી ધરાવે છે. જેથી કડ મજબૂત બને તો તેમાં પણ ભારતને ફાયદો થાય તેમ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh