Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા નજીક બાલંભા પાટીયા પાસે ડમ્પરની ઠોકરે ચઢી ગયેલા નગરના યુવાનનું સારવારમાં થયું મોત

કાલાવડ રોડ પર ખંઢેરાની ગોળાઈમાં અકસ્માતમાં બે યુવાન ઘવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના એક યુવાન સપ્તાહ પહેલાં આમરણ ગામમાં દરગાહે દર્શન કરવા ગયા પછી બાઈક પર પરત ફરતા હતા ત્યારે માળીયા ધોરીમાર્ગ પર તેમના બાઈકને એક ડમ્પરે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. તેના પિતાએ ડમ્પરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર ખંઢેરા ગામની ગોળાઈમાં સોમવારે સાંજે સર્જાયેલા અકસ્માતમાં બે યુવાન ફ્રેક્ચર સહિતની ઈજા પામ્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક કોમ્યુનિટી હોલ પાસે રહેતા મહંમદહનીફ શૌકતઅલી અંસારી નામના પ્રૌઢનો ઓગણીસ વર્ષનો પુત્ર શકીલ ગઈ તા.૧૮ની રાત્રે સાડા દસેક વાગ્યે જીજે-૧૦-સીજે ૮૭૭૮ નંબરનું હીરો મોટરસાયકલ લઈને જોડીયાના આમરણમાં આવેલી દરગાહથી પરત ફરતો હતો.

આ યુવાન જ્યારે બાલંભા ગામના પાટીયા પાસે ઓવરબ્રિજના છેવાડે પહોંચ્યો ત્યારે પાછળથી દોડી આવેલા જીજે-૧૦-ટીવાય ૮૮૭૧ નંબરના ડમ્પરે તેને ઠોકર મારી દીધી હતી. રોડ પર ફેંકાઈ ગયેલા શકીલને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મહંમદહનીફ અંસારીએ જોડીયા પોલીસ સ્ટેશનમાં ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલા ગાયત્રી ચોકમાં રહેતા હરપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ તથા ઈન્દ્રજીતસિંહ નામના યુવાનો ગયા સોમવારે સાંજે સાડા છએક વાગ્યે કાલાવડ ધોરીમાર્ગ પર ખંઢેરા ગામ પાસેથી પસાર થતાં હતા.

ખંઢેરાની ગોળાઈમાં જીજે-૧૦-ટીવાય ૩૮૩૭ નંબરનો ટ્રક ફૂલસ્પીડમાં ધસી આવ્યો હતો. તેના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી આ યુવાનોને હડફેટે લેતાં રોડ પર પછડાયેલા હરપાલસિંહ તથા ઈન્દ્રજીતસિંહને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. જેમાં હરપાલસિંહને માથામાં હેમરેજ, મ્હોં તથા જમણા હાથમાં અને પગના ગોળામાં ફ્રેક્ચર થયા છે. જ્યારે ઈન્દ્રજીતસિંહને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે. પૂર્ણાબા હરપાલસિંહ ગોહિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh