Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ હોસ્પિટલ પાછળથી ચપલા સાથે શખ્સની અટકાયતઃ
જામનગર તા. ૨૬: જામનગરના સાધના કોલોની વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને દારૂની બે બોટલ સાથે પકડી પાડ્યો છે. લાલપુર બાયપાસ પાસે મોટરમાંથી અડધી બોટલ કબજે કરાઈ છે. દિગ્વિજય પ્લોટમાંથી એક શખ્સ બે ચપલા સાથે મળી આવ્યો છે. પુનીતનગરમાં મકાનમાંથી એક બોટલ પકડાઈ છે. ગાગવાધારમાંથી એક શખ્સ બોટલ સાથે પોલીસની ગિરફતમાં આવ્યો છે. તેણે બોટલ આપનારનું નામ આપ્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીના ત્રીજા ઢાળીયા પાસેથી ગઈરાત્રે બારેક વાગ્યે પસાર થતાં પિયુષ મુકુંદરાય કાકુ ઉર્ફે પટેલ નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા સિટી એ ડિવિઝનના સ્ટાફે રોકાવી ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૧ હજારની કિંમતની બોટલ ઝબ્બે લઈ પિયુષની ધરપકડ કરી છે.
જામનગરના લાલપુર બાયપાસ પાસેથી ગઈરાત્રે એક વાગ્યે પસાર થયેલી જીજે-પ-આરએફ ૮૦૫૧ નંબરની મોટરને પોલીસ સ્ટાફે રોકાવી હતી. તેના ચાલક જે.જે. જશોદા-રમાં રહેતા ધ્રુવ પ્રવીણભાઈ અભંગીની તલાશી લેવાતા તેની પાસેથી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૧ લાખની મોટર સહિતનો મુદામાલ કબજે કરી ધ્રુવ અભંગીની ધરપકડ કરી છે.
લાલપુર તાલુકાના ગાગવાધાર ગામની શાળા પાસે આવેલા રસીક હીરાભાઈ રાઠોડ નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે મેઘપર પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની એક બોટલ કબજે લીધી છે. આ શખ્સે મહિપાલસિંહ ચાવડા પાસેથી બોટલ મેળવ્યાની કબૂલાત આપી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઓશવાળ હોસ્પિટલ પાછળના રોડ પરથી ગઈકાલે સાંજે શંકરટેકરીમાં વાલ્મિકીવાસ પાસે રહેતો રાજેશ જમનભાઈ રાઠોડ નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે પસાર થતો હતો ત્યારે પોલીસે તેને પકડી લઈ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગાંધીનગર નજીક પુનીતનગરમાં સન્ની શંકરભાઈ વર્મા નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડા પાડી દારૂની બોટલ કબજે કરી છે. દરોડા પહેલાં સન્ની નાસી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial