Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ પ્રવૃત્તિઓ તથા શિક્ષણમાં તેજસ્વી અને સ્પર્ધાઓમાં વિજેતા કન્યાઓનું સન્માનઃ શિલ્ડ એનાયત
જોડિયા તા. ૨૬: જામનગર જિલ્લાની સુપ્રસિદ્ધ સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય જોડિયામાં વાર્ષિક માતૃવંદના મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમનો પ્રારંભ 'સુબહ સવેરે લેકે તેરા નામ' પ્રાર્થનાથી કરાઈ હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દી૫ પ્રાગટય કરાયુ હતું.
શાળાના આચાર્ય બહેનશ્રી ક્રિષ્નાબા ચુડાસમાએ પધારેલ મહેમાનોનુ શબ્દ પુષ્પથી સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળાની ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થિનીઓમાં વર્ગ અનુસાર વર્ગ પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચાર કૃતિ પ્રસ્તુત કરેલ. મહિશાસૂરમર્દીની સ્તોત્ર નૃત્ય, ગરબો, કૃષ્ણગીત અને રાજસ્થાની લોકનૃત્ય ખૂબ જ ઉત્સાહ સાથે પ્રસ્તુત કરેલ.
માતૃવંદના મહોત્સવ કાર્યક્રમમાં શાળાની એસ.એસી.સી તથા એચ.એસ.સી માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થિનીઓ, તેમજ દરેક વિષયમાં પ્રથમ નંબર લેનાર વિદ્યાર્થિનીઓ, સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં રાજ્ય પુરસ્કાર મેળવેલ વિદ્યાર્થિનીઓ, નવરાત્રી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત મેળવેલ વિદ્યાર્થિનીઓ, શિક્ષક દિન ઉજવણીમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિનીઓ, કલા ઉત્સવ તેમજ ખેલ મહાકુંભ, નિબંધ સ્પર્ધા, અંતર્ગત નંબર મેળવનાર વિદ્યાર્થિનીઓ, એસ.વી.એસ. કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિનીઓ, બ્યુટી અને વેલનેશ વિષયની વિદ્યાર્થિનીઓ, જ્ઞાન સાધના શિષ્યવૃતિ મેળવેલ વિદ્યાર્થિનીઓ, ઇકો કલબ, એન.એસ.એસ., બુલેટિન બોર્ડ, વર્ગ પ્રાતિનિધિ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર તેજસ્વી વિદ્યાર્થિનીઓને સંસ્થા તરફથી શિલ્ડ અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
રાજ્ય કક્ષાએ આગવું નામ ધરાવતા શાળાના વ્યાયામ શિક્ષિકાશ્રી મમતાબેન ડી. જોશીએ એ.એલ.ટી.ની પરીક્ષા પાસ કરી પ્રમાણપત્ર અને પિન મેળવેલ જે બદલ સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ. આ સાથે સ્કાઉટ ગાઈડ અંતર્ગત લખનૌમાં આંતર રાષ્ટ્રીય વર્લ્ડ જમ્બૌરી કેમ્પમાં મમતાબેન સાથે આઠ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલ, તેમને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરણ ૧૨ ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની બગડા પૂજા સામતભાઈ એ પોતાના વક્તવ્યમાં કહેલ કે દરેક વ્યક્તિની અંદર પ્રતિભા હોય જ છે પણ તમારે તમારી પ્રતિભા ને ઉજાગર કરવા મહેનત કરવી પડે.
માતૃવંદના મહોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજમાન સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયાએ પોતાના પ્રવચનમાં પૂજ્ય રંભાબેન સુખપરિયા (ફૈબા) તેમજ ટ્રસ્ટી સ્વ.ધીરુભાઈ શેઠનું સ્મરણ કરી તેમની કાર્યશક્તિ, ફઈબાની પ્રવૃત્તિઓ, વતન પ્રત્યેનો પ્રેમ સહિતના સંસ્મરણો વાગોળ્યા હતાં. પૂજ્ય ફઈબાનો સંકલ્પ હતો કે આર્થિક રીતે સ્ત્રીઓ સદ્ધર બને અને આગળ આવે તે માટે ફઈબાએ જીવન સમર્પણ કરેલ છે. વટ વૃક્ષ સમી શાળા ઊભી કરનાર પૂજ્ય ફઇબાને કોટી કોટી વંદન કરી વિદ્યાર્થિનીઓને દરેક કાર્યમાં સિદ્ધિ મેળવે તેવી શુભકામના તેમણે આપી હતી.
આ કાર્યક્રમમાં શાળાની બાળાઓએ જુદી જુદી ચાર કૃતિઓ નૃત્ય સાથે પ્રસ્તુત કરી. આ કૃતિમાં ભાગ લેનાર તેત્રીસ બાળાઓને સંસ્થા, શાળા, પધારેલ મહેમાનો તથા ગામના આગેવાનો અને વાલીઓ દ્વારા દરેકને રોકડ રૂ।. ૬૦૦/-નો પુરષ્કાર આપી પ્રોત્સાહિત કરી, અભિનંદન આપેલ તેમજ હાલ આફ્રિકા-લંડન નિવાસી સુધીરભાઈ રાજા અને ગીતાબેન રાજા તરફ થી શાળામાં અભ્યાસ કરતી દરેક વિદ્યાર્થિની બહેનોને રૂ।. ૧૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયા, મંત્રી પ્રીતિબેન સુખપરિયા, ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ, પુષ્પાબેન સુખપરિયા, ભાનુબેન સુખપરિયા, નયનાબેન વર્મા, સંજયભાઈ શેઠ અને શેઠ પરિવાર તેમજ સુખપરિયા પરિવારના સભ્યો, સુધીરભાઈ રાજા, ગીતાબેન રાજા, ગૃહમાતા જ્યોત્સનાબા, બાલ મંદિરના આચાર્ય વિજયાબેન મકવાણા અને બાલમંદિરના સ્ટાફગણ, શાળાના આચાર્યબેન ક્રિષ્નાબા ચુડાસમા તથા શાળાના કર્મચારી ગણ, તથા મહેમાનોમાં ચિરાગભાઈ વાંક, પુનિતભાઈ ભટ્ટ, યોગેશભાઈ તન્ના, જાગૃતિબેન રાણીપા, અભિભાઈ માંકડ, પરેશભાઈ અનડકટ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને જોડીયા ગામના આગેવાનો, વિદ્યાર્થિના વાલી તેમજ વિદ્યાર્થિની બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની કેર ધાર્મિકાબા અને જાડેજા મનીષાબાએ કર્યુ હતું. આ વિદ્યાર્થિનીને સંપૂર્ણ માર્ગદર્શન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા ઇલાબા ગઢવીએ આપ્યુ હતું. કાર્યક્રમનાં અંતે આભારદર્શન શાળાના શિક્ષિકા બહેન શ્રી તરુબેન વાજા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial