Advertisement
Author: નોબત સમાચાર

ટોરોન્ટો નજીક અંધાધૂંધ ગોળીબારઃ ભારતીય વિદ્યાર્થીનુ મૃત્યુ

ભારતીય વાણિજય દૂતાવાસે વ્યકત કર્યો શોક

                                                                                                                                                                                                      

ટોરન્ટો તા. ૨૬: ટોરોન્ટો યુનિવર્સિટી નજીક અંધાધૂંધ ગોળીબારમાં ૨૦ વર્ષીય ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું મોત થયું છે. શિવાંક અવસ્થીની ઓળખ ત્રીજા વર્ષના જીવન વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે થઈ હતી ભારતીય વાણિજ્ય દૂતાવાસે શિવાંક અવસ્થીના મૃત્યુ પર શોક વ્યકત કર્યો છે.

કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. ૨૫ ડિસેમ્બર ગુરુવારના રોજ ટોરોન્ટોમાં ગોળીબારમાં ૨૦ વર્ષીય શિવાંક અવસ્થીનું પણ મોત થયું હતું. ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે શિવાંક અવસ્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક ગોળીબારની ઘટનામાં યુવા ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના દુઃખદ મૃત્યુ પર અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં દૂતાવાસ શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહૃાું છે જેથી જરૂરી તમામ સહાય પૂરી પાડી શકાય.

રેડિટ પરની એક પોસ્ટમાં, એક વિદ્યાર્થીએ અહેવાલ આપ્યો કે કેમ્પસ વેલીમાં શિવાંક અવસ્થીને ધોળા દિવસે ગોળી મારી દેવામાં આવી હતી. આ વિસ્તાર વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉપયોગમાં લેવાય છે અને યુનિવર્સિટી દ્વારા વારંવાર તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. શિવાંક અવસ્થીની ઓળખ ત્રીજા વર્ષના જીવન વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે થઈ હતી.

તાજેતરમાં ટોરોન્ટોમાં વધુ એક ભારતીય નાગરિકની હત્યા કરવામાં આવી હતી. ૩૦ વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની હત્યાના સંદર્ભમાં પોલીસ ટોરોન્ટોના રહેવાસી અબ્દુલ ગફૂરીની શોધ કરી રહી છે. સીબીસી ન્યૂઝ અનુસાર, પોલીસે કહૃાું કે આ કેસ ઘરેલુ હિસા સાથે સંબંધિત લાગે છે. ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટે એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે હિમાંશી ખુરાનાના પરિવારને મદદ કરી રહૃાું છે.

ટોરોન્ટો સનના એક અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારની માહિતી મળતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમને ગોળી વાગતા એક વ્યક્તિ મળી આવ્યો હતો, જેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પોલીસ અધિકારીઓ કહે છે કે શંકાસ્પદો તેમના આગમન પહેલાં જ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસ તપાસ દરમિયાન પરિસરને સીલ કરી દેવામાં આવ્યું હતું. આ વર્ષે ટોરોન્ટોમાં આ ૪૧મી હત્યા છે. એક દિવસ પહેલા જ ટોરોન્ટોમાંથી ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યાના સમાચાર પણ સામે આવ્યા હતા.

ટોરોન્ટોમાં ૩૦ વર્ષીય ભારતીય રહેવાસી હિમાંશી ખુરાનાની હત્યા કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે હિમાંશીનો ભાગીદાર, ૩૨ વર્ષીય અબ્દુલ ગફૂરી, આ કેસમાં આરોપી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસ દર્શાવે છે કે આ કેસમાં ભાગીદાર હિસ્સાનો સમાવેશ થાય છે. ભારતીય દૂતાવાસે પણ હિમાંશી ખુરાનાના મૃત્યુ માટે શોક વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh