Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૩ વર્ષે ફરી એકવાર દેશના ટાઈગર મેપમાં સ્થાનઃ હવે સિંહગર્જના સાથે વાઘની દહાડ પણ સંભળાશેઃ
નવી દિલ્હી તા. ૨૬: નેશન ટાઈગર કન્ઝર્વેશ ઓથોરિટી દ્વારા ૩૩ વર્ષ બાદ ગુજરાત 'ટાઈગર સ્ટેટ' જાહેર કરાયું છે. ગુજરાતમાં હવે માત્ર સિંહોની ત્રાડ જ નહી સંભળાય પણ વાઘની દહાડ પણ સંભળાશે. ગુજરાતને વાઘ માટેનું સત્તાવાર કુદરતી રહેઠાણ જાહેર કરાયું છે. રતનમહલી અભ્યારણમાં સિંહની ઉપસ્થિતી નોંધાઈ છે.
ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં એક મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ૩૩ વર્ષની લાંબી રાહ જોયા પછી, ગુજરાતને ફરી એકવાર ભારતના ટાઇગર મેપ પર સત્તાવાર રીતે સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ એ રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને આગામી ૨૦૨૬ વાઘ ગણતરીમાં રાજ્યનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ૩૩ વર્ષથી વાઘની ગેરહાજરી બાદ આ દરજ્જો પરત મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક સાડા ચાર વર્ષનો નર વાઘ કાયમી ધોરણે સ્થાયી થયો છે. વાઘની સતત હાજરી અને તેના અનુકૂળ રહેઠાણને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સિંહોની ભૂમિ તરીકે ઓળખાય છે. તે વિશ્વમાં એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ગુજરાતમાં પાંચ મુખ્ય સિંહ સંરક્ષિત વિસ્તારો છે, જેને ગીર અભયારણ્યનો ભાગ માનવામાં આવે છે. ગુજરાતમાં પાંચ મુખ્ય કેન્દ્રો છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, આ સૌથી મહત્વપૂર્ણ અને -ખ્યાત વિસ્તાર છે.
ગીર વન્યજીવન અભયારણ્ય, આ રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસનો એક મોટો વિસ્તાર છે. ગીરનાર વન્યજીવન અભયારણ્ય, આ સિંહોનું મુખ્ય નિવાસસ્થાન પણ છે. પાણિયા વન્યજીવન અભયારણ્ય, ચાંચાઈ-પાણિયા તરીકે પણ ઓળખાય છે, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. મિતીયાળા વન્યજીવન અભયારણ્ય, ગીરની નજીક સ્થિત છે અને સિંહ સ્થળાંતર કોરિડોર તરીકે સેવા આપે છે.
દાયકાઓેથી, ગુજરાત વિશ્વભરમાં એશિયાઇ સિંહોના એકમાત્ર ઘર તરીકે જાણીતું હતું, પરંતુ હવે વાઘની ગર્જના તેના જંગલોમાં પણ ગુંજી ઉઠશે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં ચાર વર્ષનો વાઘ પોતાને સ્થાપિત કરી ચૂકયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાઘ ફેબ્રુઆરીના મધ્યમાં ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ દ્વારા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો.
શરૂઆતમાં, તેને રખડતો વાઘ માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લા ૧૦ મહિનાથી રતનમહાલમાં તેની સતત હાજરીએ તેને ગુજરાતના કાયમી રહેવાસી તરીકે સ્થાપિત કર્યું છે. વન વિભાગ દ્વારા મેળવેલા ફોટોગ્રાફિક પુરાવા અને કેમેરા-ટ્રેપ ફૂટેજથી એવું માનવા લાગ્યા છે કે આ માત્ર સંયોગ નથી. આ વાઘે રતનમહાલના જંગલોને તેના ઘર તરીકે અપનાવ્યા છે. તેના આધારે, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળએ ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશન ૨૦૨૬ માં ગુજરાતના સમાવેશને મંજૂરી આપી છે. હવે ગુજરાત-મધ્ય-દેશ સરહદ પર સત્તાવાર કેમેરા-ટ્રેપ ગણતરી હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં વાઘનો ઇતિહાસ ઉતાર-ચઢાવથી ભરેલો રહૃાો છે. રાજ્યમાં છેલ્લી વાઘ ગણતરી ૧૯૮૯ માં હાથ ધરવામાં આવી હતી, જ્યારે અધિકારીઓને વાઘના પગના નિશાન મળ્યા હતા, પરંતુ કોઈ વાઘ દેખાયો ન હતો. આ પછી, ગુજરાતને ૧૯૯૨ ની વસ્તી ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું, અને રાજ્યએ વાઘ રાજ્યે તરીકેનો દરજ્જો ગુમાવ્યો હતો. ૨૦૧૯ માં વાઘ દેખાયો ત્યારે આશાનું કિરણ દેખાયું હતું, પરંતુ કમનસીબે, તે ફક્ત ૧૫ દિવસ માટે જ બચી શકયો.
રતનમહલનો આ નવો મહેમાને હવે સંપૂર્ણપણે સ્વસ્થ અને સલામત છે. એક અધિકારીએ કહૃાું, ૧૦ મહિના સુધી એક જ વિસ્તારમાં આ વાઘનો દ્રઢતા એ વાતનો પુરાવો છે કે ગુજરાતના જંગલો વાઘ માટે યોગ્ય છે. આ રાજ્ય માટે ગર્વની વાત છે. વસ્તી ગણતરી દરમિયાન આ વાઘને રેડિયો કોલર અથવા ટેગથી ફીટ કરવામાં આવશે. ગુજરાતના વન અધિકારીઓને સ્ટ્રાઇપ સોફ્ટવેર સિસ્ટમે માં પણ તાલીમ આપવામાં આવશે જેથી તેઓ વાઘની ગતિવિધિઓ પર નજર રાખી શકે.
અધિકારીઓ હવે મધ્ય-દેશના અલીરાજપુરનું સર્વેક્ષણ કરશે જેથી નજીકમાં કોઈ માદા વાઘ છે કે નહીં તે નક્કી કરી શકાય. રતનમહાલને વાઘ અભયારણ્ય જાહેર કરતા પહેલા અથવા માદા વાઘ દાખલ કરતા પહેલા, વાઘને પૂરતો ખોરાક મળે તેની ખાતરી કરવા માટે ત્યાં હરણ અને અન્ય શાકાહારી પ્રાણીઓની સંખ્યાનું મૂલ્યાંકન કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial