Advertisement
Author: નોબત સમાચાર

આદિ જયોતિર્લીંગ સોમનાથનો આવ્યો સુવર્ણયુગઃ મિયાવાડી વન, લાઈટ એન્ડ સાઉન્ડ શો, અનેક આકર્ષણો

આવતીકાલે સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન મોદી થશે સામેલઃ શ્રી સોમનાથ મંદિરના પૂનનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧મી જાન્યુઆરીએ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં  સામેલ થશે. આદિ જ્યોતિર્લિંગ સોમનાથનો 'સુવર્ણ યુગ' આવ્યો છે. તે પ્રસંગે આ પર્વ ઉજવાઈ રહ્યુ છે.

દર વર્ષે અંદાજે ૯૭ લાખ શ્રદ્ધાળુઓ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરે છે; મહા શિવરાત્રિ ૨૦૨૫માં જ ૩.૫૬ લાખ ભક્તો પહોંચ્યા હતાં.  ફોર લેન હાઇવે, સાબરમતીવેરાવળ વંદે ભારત,  કેશોદ અને રાજકોટ ઍરપોર્ટથી સોમનાથ વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું છે. સોમનાથની ગાથા વર્ણવતા લાઇટ એન્ડ સાઉન્ડ શોએ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા છે.

નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં 'સ્વચ્છ આઇકોનિક પ્લેસ' સોમનાથ આગળ વધી રહ્યુ છે. ગૂગલ પર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના ૧૦ સ્થળોમાં સોમનાથનો સમાવેશ થાય છે.

'સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ઁ કારમ અમલેશ્વરમ.' દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમની આ પંક્તિ દર્શાવે છે કે, ભારતના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગોનું વર્ણન થાય ત્યારે સૌથી પહેલાં સોમનાથનો ઉલ્લેખ આવે છે. આ ભારતની સંસ્કૃતિમાં સોમનાથનું અગ્રસ્થાન તથા તેના અવિનાશી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. છેલ્લા બે દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ મંદિર સુવર્ણ યુગમાં પ્રવેશ્યું છે. તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી સોમનાથના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૬માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર ૧૦૨૬માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. સંયોગવશાત્, ૨૦૨૬માં જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના છે. ૧૧ મે ૧૯૫૧ના રોજ આ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું અને ફરી ભક્તો માટે ખુલ્યું હતું. આ સીમાચિહ્નરૂપ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાનશ્રી ૧૧ જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે અને 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં હાજરી આપશે.

સોમનાથઃ ભક્તિ અને ભવ્યતાનો સંગમ

શિખર પર ૧,૬૬૬ સુવર્ણ કળશ અને ૧૪,૨૦૦ ધજાઓ સાથે સોમનાથ મંદિર ત્રણ પેઢીઓની અડગ શ્રદ્ધા, દ્રઢતા અને કલાત્મકતાના પ્રતિબિંબ તરીકે ઊભું છે. દર વર્ષે લાખો લોકો આ જ્યોતિર્લિંગના દર્શન માટે આવે છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ સુધી વાર્ષિક અંદાજે ૯૭ લાખ શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન માટે આવ્યા છે. બિલ્વ પૂજા માટે છેલ્લા ૨ વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ૧૩.૭૭ લાખ નોંધાઈ હતી, જેમાં મહા શિવરાત્રિ ૨૦૨૫ દરમિયાન ૩.૫૬ લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આજે ઓનલાઇન બુકિંગ અને પોસ્ટલ પ્રસાદની સુવિધા એ સુનિશ્ચિત કરે છે કે સોમનાથની પવિત્રતા મંદિરની સીમાઓને પાર કરી તમામ ભક્તો સુધી પહોંચે.

આસ્થા સાથે ઉત્સવનું કેન્દ્ર છે સોમનાથ યાત્રાધામ

સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ઉત્સવોનું આકર્ષણ પણ રહૃાું છે. છેલ્લા ૩ વર્ષમાં ૧૦ લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો છે. સોમનાથના આંગણે ઉજવાતા ઉત્સવની વાત કરીએ તો, ગત વર્ષે વંદે સોમનાથ કલા મહોત્સવમાં ૧,૫૦૦ વર્ષ જૂની નૃત્ય પરંપરાઓ પુનજીર્વિત થઈ હતી, જે દર્શાવે છે કે, સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે.

આધુનિક પરિવહન સેવાઓ અને વૈશ્વિક કનેક્ટિવિટી

સોમનાથની યાત્રા ભક્તો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. ૮૨૮ કરોડના પ્રોજેક્ટ- જેતપુરસોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રિકોને એક્સપ્રેસવેની સુવિધા મળી છે. સાબરમતીવેરાવળ વંદે ભારત એક્સપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૨માં ફરી શરૂ કરવામાં આવેલ કેશોદ ઍરપોર્ટ અને ૨૦૨૩માં રાજકોટ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના ઉદ્ઘાટન બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથ પહોંચવું સુલભ બન્યું છે.

નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહૃાું છે સોમનાથ

વર્ષ ૨૦૧૮માં 'સ્વચ્છ આઇકોનિક પ્લેસ' તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર સોમનાથ આજે ટકાઉ વિકાસ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વેસ્ટ સેગ્રિગેશન કેન્દ્રોમાં હવે મંદિરના ફૂલોને વર્મીકમ્પોસ્ટમાં રૂપાંતરિત કરીને તેનો ઉપયોગ ૧,૭૦૦ બિલ્વ વૃક્ષોના સંવર્ધનમાં થાય છે. મિશન ન્ૈહ્લઈ પહેલ હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી દર મહિને પેવર બ્લોક્સ તૈયાર કરવામાં આવે છે. અહીં દર મહિને લગભગ ૪,૭૦૦ પ્લાસ્ટિક-ફ્લાય ઍશ બ્લોક્સનું ઉત્પાદન કરવામાં આવશે, જે સ્થાનિક મહિલા સ્વ-સહાય જૂથો માટે આવક ઉત્પન્ન કરશે અને વાર્ષિક ૧૨૫ ટન પ્લાસ્ટિક રિસાઇકલ કરશે.

૬૨ લાખના ખર્ચે પુનઃસ્થાપિત કરવામાં આવેલ છ વરસાદી પાણી સંગ્રહના કુવાઓ અને એક જળાશય દર મહિને લગભગ ૩૦ લાખ લિટર ગટરના પાણીને શુદ્ધ કરે છે, જેનો ઉપયોગ વનીકરણ માટે થાય છે. જ્યારે ૨૦૧૯-૨૦માં ૧૬૦ લાખના રોકાણ સાથે આઠ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટે કૃષિ અને લેન્ડસ્કેપ સિંચાઈ માટે ૨૦.૫૩ કરોડ લિટર પાણી ફિલ્ટર કર્યું છે.

૭૨,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસિત ૭,૨૦૦ વૃક્ષો ધરાવતું મિયાવાકી વન દરિયાઈ અને ખારા પવનો સામે રક્ષણ આપે છે. ૈંૈં્ કાનપુરના અભ્યાસ મુજબ, આ વન બે વર્ષ બાદ વાર્ષિક ૯૩,૦૦૦ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શોષી શકશે. એટલું જ નહીં, ટ્રસ્ટ દ્વારા સેવાભાવે અભિષેક માટેનું પવિત્ર પાણી નવ સ્તરીય શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરીને 'સોમગંગાજલ' તરીકે ૧૫માં વિતરિત કરવામાં આવે છે. ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ૧.૧૩ લાખથી વધુ પરિવારોને તેનો લાભ મળ્યો છે. આ તમામ પ્રયાસો દ્વારા સોમનાથ નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહૃાું છે.

ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના ૧૦ સ્થાનોમાં સોમનાથ સામેલ

ગૂગલ પર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના ૧૦ સ્થાનોમાં સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૨૦૨૫માં સોમનાથની સોશ્યલ મીડિયા ઇમ્પ્રેશન ૧.૩૭ અબજને વટાવી ગઈ છે, જે વિશ્વભરના ભક્તોમાં સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. ભારતની આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક સમું સોમનાથ મંદિર વિકસિત ભારતના નિર્માણ માટે પણ આગળ વધવાની પ્રેરણા આપે છે. વડાપ્રધાને આ બાબત પર ભાર મૂકતાં લખ્યું હતું કે, જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh