Advertisement
Author: નોબત સમાચાર

ટ્રકનું ટાયર ફાટતા કૂદી ગયેલા ડ્રાઈવરનું જોટા નીચે ચગદાઈ જતાં નિપજ્યું મૃત્યુ

નાની નાગાજણ પાસે બાઈકની પાછળ બાઈક ટકરાયું:

જામનગર તા.૨૯ : જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે પસાર થતાં એક ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલકે ચાલુ ટ્રકે ઠેકડો માર્યાે હતો. રોડ પર પછડાયેલા આ યુવાન પરથી તેના જ ટ્રકનો જોટો ફરી વળતા તેઓનું મૃત્યુ થયું હતું. જ્યારે કાલાવડના નાની નાગાજણ પાસે એક બાઈકની પાછળ બીજુ બાઈક ટકરાઈ પડતા મહિલાને ગંભીર ઈજા થઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા દેવપરા ગામના કેશુભા પોલાભા માણેક (ઉ.વ.૪૦) નામના યુવાન ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા હતા. તેઓ ગુરૂવારે જીજે-૩૭ ટી ૬૯૪૫ નંબરના ટ્રકમાં સામાન ભરી મીઠાપુરથી પાદરા જવા માટે નીકળ્યા હતા.

તેઓનો ટ્રક જ્યારે ગુરૂવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે જામનગરના લાલપુર બાયપાસ થી ઠેબા બાયપાસ વચ્ચે પહોંચ્યો ત્યારે ટ્રકનું આગળનું ટાયર કોઈ રીતે ફાટ્યું હતું. જેના કારણે કેશુભાએ સ્ટીયરીંગ પરનો કાબુ ગૂમાવી દીધો હતો.

બેકાબુ બનેલો ટ્રક ડિવાઈડર ઠેકી ગયો હતો તેથી અકસ્માત સર્જાશે તેવી ભીતિ લાગતા ડ્રાઈવર કેશુભાએ ચાલુ ટ્રકે કેબીનમાંથી ઉતરી જવા ભૂસકો માર્યાે હતો ત્યારે જ તેમના પરથી ટ્રકનો પાછળનો જોટો ફરી વળતા આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત અંગે રવુભા વાલાભા માણેકે પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના નાની નાગાજણ ગામના રાવતભાઈ વિરમભાઈ જારીયાએ જીજે-૧૦-ઈડી ૩૯૬૨ નંબરના બાઈક ચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ જીજે-૧૦-બીડી ૭૩૧૫ નંબરના બાઈકની પાછળ ૩૯૬૨ નંબરનું બાઈક ટકરાવી આ શખ્સે અકસ્માત સર્જયો હતો. જેમાં રાણીબેન નામના મહિલાને ગંભીર થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh